વાલોડના કહેર ગામે પ્રાકૃતિક ખેતી અંગે કિશાન ગોષ્ટિ યોજાઇ
Contact News Publisher
પ્રાકૃતિક કૃષિના મુખ્ય ૫ આયામો વિશે માર્ગદર્શન મેળવતા કહેર ગામના ખેડુત ભાઇ-બહેનો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કહેર ગામે પ્રાકુતિક ખેતી અંગે કિસાન ગોષ્ટિ યોજાઇ હતી. જેમાં ૩૫ થી વધુ તાલીમાર્થી ભાઇ-બહેનોએ પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન મેળવી હતું. પશુપાલક અને ખેડૂત ભાઈઓ -બહેનોએ પ્રાકૃતિક કૃષિના ૫ આયામો જીવામૃત, ઘન જીવામૃત તેમજ બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર અને આચ્છાદન વિશે માહિતી મેળવી મુજવાતા સવાલો પણ કર્યા હતા.વાલોડ આત્મા કચેરીના કર્મચારીઓ,રિટાયર્ડ આઈએફએસ અધિકારી તથા ફાર્મર માસ્ટર ટ્રેનર સહિત કહેર ગામના સરપંચશ્રી ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી વિશે સૌને માહિતી પુરી પાડી હતી.
000