સોનગઢમાં આવેલી ભુમિ સ્ટોન ક્વોરી GPCBના નિયમો નું પાલન ન કરતી હોવાથી ફેલાતા પ્રદુષણથી નગરજનોના સ્વાસ્થ્યને જોખમ હોય ભુમિ સ્ટોન ક્વોરીની મંજૂરી રદ કરવા ફરિયાદ

Contact News Publisher

કોરોના મહામારી જેવી કુદરતી આફતોથી બચવા પ્રદુષણ સામે પણ લડત અત્યંત આવશ્યક છે જેથી કોરોના જેવી અન્ય બિમારીઓ અને કુદરતી આફતોથી આપણે બચી શકીએ.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): સોનગઢ માં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના નિયમો નું પાલન નહી કરી ક્રસિંગ યુનિટ ચલાવતી ભુમિ સ્ટોન ક્વોરી ના ક્રસિંગ યુનિટ ની મંજુરી રદ્દ કરવા જાહેર હિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

સોનારપાડા સ્થિતિ સર્વે નંબર/બ્લોક નંબર ૪૯,૫૦ માં આવેલ ભુમિ સ્ટોરી ક્વોરી ના બ્લેક ટ્રેપ ક્રસિંગ યુનિટ દ્રારા GPCB ના નિયમો નું ઊલ્લંઘન થતું હોય ક્રસિંગ યુનિટ ની મંજુરી રદ્દ કરી GPCB ના નિયમો નું પાલન કરવા તાપી જીલ્લા ભૂસ્તર શાસ્ત્રી શ્રી ને આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા ના અધ્યક્ષ રોમેલ સુતરિયા દ્રારા આજ રોજ ૨૫ એપ્રિલ ૨૦૨૦ ના રોજ ઈ-મેઈલ મારફતે ફરિયાદ કરવામાં આવી છે.

આજે કોરોના મહામારી સામે પોલીસ , સફાઈ કર્મી , ડોક્ટર , પત્રકાર , સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ , સરકાર તથા તમામ નાગરિકો કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છીએ.તેઓની મહેનત પર પાણી ફરી ના વળે અને પ્રદુષણ થી કોઈ પણ વ્યક્તિ હેરાન ના થાય . પ્રદુષણ થી વ્યક્તિ ના સ્વાસ્થ્ય ને જોખમ રહેલુ હોય છે માટે અત્યારે કે ભવિષ્ય માં પણ સોનગઢ , તાપી જીલ્લાના નાગરિકો ના સ્વાસ્થ્ય અને પર્યાવરણ ને ધ્યાનમાં રાખી જાહેર હિતમાં અમોએ આ ફરિયાદ કરેલ છે.જેની આપ શ્રી નોંધ લેશો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other