સોનગઢના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

0
IMG-20240712-WA0010
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તથા પેરેલો ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી આધારે સોનગઢ ઓટા ચાર રસ્તા પાસે થી સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ  પ્રોહીબિશનના ગનામા સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- નારસિંગ ઉર્ફે નારીયો ગોવલ્યા તડવી ઉ.વ.૩૫ હાલ રહે-દેવમોગરા પુનર્વસન તા.અક્કલકુવા જી.નંદુરબાર મહારાષ્ટ્ર મુળ રહે-બેડાકુંડ પોસ્ટ મોલગી તા.અક્કલકુવા જી.નંદુરબાર મહારાષ્ટ્રને આજે તા.૧૨/૦૭/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરનીની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ,  અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તમામ નોકરી એલ.સી.બી. તાપી તથા અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, પેરોલ/ ફર્લો સ્કોડ-તાપીએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *