વ્યારાના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એન.એસ. વસાવા નોકરી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના પો.કો. ઇન્દ્રસીંહ વાલાભાઇ તથા તથા પો.કો. રોનક સ્ટીવન્સનને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી આધારે વ્યારા કોર્ટની બહારથી વ્યારા પોલીસ સ્ટેશન પાર્ટ. પ્રોહીબિશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- મુકેશભાઇ રમેશભાઇ ધોડી ઉ.વ.૪૨ ધંધો. ડ્રાઇવીંગ રહે. સડક ફળીયુ જમ્બુરી ગામ તા.ઉમરગામ જી.વલસાડને આજે તા.૧૨/૦૭/૨૦૨૪ ના રોજ પાડી ઉપરોકત ગુનાના કામે અટક કરવામાં આવી છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી.તાપીની સુચનાથી પો.સ.ઇ. શ્રી, એન.એસ. વસવા નોકરી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ પો.કો. રોનક સ્ટીવન્સન, પો.કો. ઇન્દ્રસીંહ વાલાભાઇએ કામગીરી કરેલ છે.
