સુરત ગ્રામ્ય જીલ્લાના ઉમરપાડા પોલીસ સ્ટેશનના હત્યાના ગુન્હામાં સંડોવાયેલ નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

0
IMG-20240622-WA0002
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી જે.બી. આહિર એલ.સી.બી. તાપી, એલ.સી.બી. /પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.પો.કોન્સ. વિનોદભાઇ પ્રતાપભાઇ ચૌધરી તથા અ.પો.કો. અરૂણભાઇ જાલમસિંગ વસાવાને મળેલ બાતમી આધારે વ્યારા મગદુમનગર દાદાજી સર્કલ ખાતેથી ઉમરપાડા પોલીસ સ્ટેશનના નોંધાયેલ હત્યાના ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી-વિશાલભાઇ રાજુભાઇ રાણા રહે.વ્યારા ગોલવાડ તા.વ્યારા જી.તાપીનાને આજે તા.૨૨/૦૬/૨૦૨૪ ના રોજ વાગે પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઈ.શ્રી. જે.બી. આહિર એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. રોનકભાઇ સ્ટીવન્સન તથા પો.કો. અરૂણભાઇ જાલમસિંહ નોકરી એલ.સી.બી. તાપી તથા પો.કો. હસમુખભાઇ વિરજીભાઇ તથા પો.કો. ધનજયભાઇ ઇશ્વરભાઇ નોકરી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ તાપી નાઓએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other