નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત કન્યાશાળા બ્રાન્ચ નંબર 1 માં શૈક્ષણિક સત્રનાં પ્રારંભે વિદ્યાર્થીઓને હાર્દિક આવકાર
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શૈક્ષણિક સત્ર 2024-25 નાં પ્રારંભે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત કન્યા શાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વર ખાતે વિદ્યાર્થીઓને આવકારવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરનાં અધ્યક્ષ ગણેશભાઈ અગ્રવાલની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પ અને ચોકલેટ દ્વારા આવકારવામાં આવ્યા હતાં. આ સાથે જ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક વિતરણ, સ્કૂલબેગ તથા દાતાઓનાં સહયોગથી પ્રાપ્ત થયેલ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાનાં મુખ્યશિક્ષક ગજેન્દ્રભાઈ પટેલે મહાનુભાવોને આવકારી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટેની કટિબદ્ધતા દર્શાવી હતી. કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ રમણભાઈ પટેલ તથા શિક્ષણ સમિતિનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
