ડાંગ જિલ્લામાં થતા ઓનલાઇન ફ્રોડથી પ્રજાજનોને અવગત કરવા જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાનાં અધ્યક્ષ સ્થાને ‘પ્રેસ મિટ’ યોજાઇ
ડાંગ જિલ્લામાં કોઈપણ વ્યક્તિ ઓનલાઇન ફ્રોડનો શિકાર બને તો તુરંત જ 1930 પર કોલ કરે:- યશપાલ જગાણીયા
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ટેક્નોલોજીનાં આ યુગમાં હજારો લોકો સાઇબર ફ્રોડનો શિકાર થતા હોય છે. જેનાથી પૈસા પરત મળવાની સંભાવનાઓ ઓછી થઇ જતી હોય છે. ત્યારે પ્રજાજનોને ઓનલાઇન ફ્રોડનો શિકાર થતા અટકાવવા, ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાના અધ્યક્ષસ્થાને ‘પ્રેસ મિટ’ યોજાઇ હતી. જેમાં જિલ્લા પોલીસ વડાએ ઓનલાઇન ફ્રોડ થાય તો 1930 પર તુરંત કોલ કરવા જણાવ્યું છે. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ‘પ્રેસ મિટ’માં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યુ હતુ કે, આજના ટેક્નોલોજીના યુગમાં ખુબ જ બહોળા પ્રમાણમાં ઓનલાઇ ફ્રોડ થતા હોય છે. લોકો ઓનલાઇન બેંન્કિગ, ઓનલાઇન શોપિંગ તેમજ ઓનલાઇન ટ્રાંજેક્શનનો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે લોકો સાથે સાઇબર ફ્રોડ થતા હોય છે. જે અંગેની ફરિયાદ 1930 હેલ્પલાઇન નંબર પર કોલ કરીને જણાવી શકાય છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા છ મહિના દરમિયાન 50 હજારથી વધુ અલગ અલગ ઓનલાઇન ફ્રોડ થયાની ફરિયાદો 1930 હેલ્પલાઇન નંબર પર નોંધાઇ છે. જેમાં 110 કરોડથી વધુની રકમ ફ્રિઝ કરવામાં આવી છે. જે કોર્ટનાં હુકમ બાદ લોકોને પરત કરવામાં આવશે. ડાંગ જિલ્લામાં પણ છેલ્લા છ મહિના દરમિયાન 200 થી વધુ અલગ અલગ ઓનલાઇન ફ્રોડ થયા અંગેની ફરિયાદો નોંધાઇ છે. જે કોર્ટની પ્રક્રિયા બાદ અરજદારોને રકમ પરત કરવામાં આવશે. ઓનલાઇન ફ્રોડ અલગ અલગ રીતે થાય છે. જેમાં આઇડેન્ટીટી ફ્રોડ, ક્રેડિટ-ડેબીટ કાર્ટ ફ્રોડ, ઓનલાઇન શોપિંગ ફ્રોડ, જુદી જુદી કંપનીઓ દ્વારા લોન આપવા અંગે ફ્રોડ, રેલવે-બસ-હોટેલ ટિકિટ બુંકિગ, બેંન્કિગ ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડ, ફેક એકાઉન્ટના નામે ફ્રોડ, ઓનલાઇન વિડીયો કોલિંગ ફ્રોડ, કેવાયસી ફ્રોડ, જેવા અલગ અલગ પ્રકારના ફ્રોડ થાય છે. આ પ્રકારના ફ્રોડ થાય તો તુંરત 1930 પર કોલ કરવા, તેમજ અજાણી લિંન્ક પર ક્લિક કરવું નહિં તેમ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાએ જણાવ્યું હતુ. આ પ્રેસ મીટમાં ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા, નાયબ પોલીસ અધિક્ષક એસ.જી. પાટીલ, પી.એસ.આઈ. એલ.એમ. ગામીત તથા પોલીસ સ્ટાફ અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.