સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર નોકરી એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે વ્યારાના મિશનનાકા ખાતેથી સોનગઢ પો.સ્ટે. મા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામા સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- ફતેશ શંકરલાલ લોહાર રહે.સુરત ગંગાનગર સોસાયટી ઉગત કેનાલ રોડ રાંદેર સુરત શહેર મુળ રહે.ગામ-કાકરવા તા.ઉમરગઢ થાના કેલવાડા જી.રાજસમદ રાજસ્થાનને તા.૦૬/૦૬/૨૦૨૪ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ. શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. અરૂણભાઇ જાલમસિંહએ કામગીરી કરેલ છે.
