181 અભયમ તાપીએ કાકા સસરા અને વહુના ઝગડાનુ નિરાકરણ લાવી સમાધાન કરાવ્યુ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આજરોજ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે ઉચ્છલ તાલુકા વિસ્તારમાંથી પીડિતાનો કોલ આવતા જણાવ્યુ કે મારા કાકા સસરા વ્યસન કરી મને હેરાન કરે છે. લડાઈ ઝગડો તેમજ તેમને મારપીટ કરવાની ધમકી આપતા ગમે તેવા અપશબ્દો બોલી ઝગડો કરે છે જેથી 181 અભયમની મદદની જરૂર છે.
જેથી 181 અભયમ ધટના સ્થળે તાત્કાલિક પહોંચતા જાણવા મળેલ કે પીડિતાના કાકા સસરા અલગ રહે છે, કડીયા કામ કરવા જાય છે. ત્યાં કોઈ પરણિત મહિલા સાથે પ્રેમ સંબંધ છે. અને તેમની સાથે મોબાઇલ પર વાતચીત કરે છે. દરરોજ વ્યસનની હાલતમાં રહેતા હોવાથી તેમની પત્નીને દરરોજ અપશબ્દો બોલી અને ગાળાગાળી કરે, જેથી તેમની પત્ની તેમના પિયરમાં એક મહિનાથી રહેવા માટે જતા રહ્યા હતા. જેથી પીડિત બેનને તેમના કાકા સસરા મારી પત્નીને તમે તેમના પિયરમાં મોકલી આપેલ છે. જે બાબતે પીડીત બેન અને તેમના પરિવાર સાથે દરરોજ અપશબ્દો બોલી ખોટી રીતે હેરાનગતી કરે છે. જેથી આજરોજ તેમના કાકા સસરા વ્યસન કરી ઘરે લડાઈ ઝઘડો કરવા આવતા મારપીટ કરવાની ધમકી આપતા પીડીતા એ 181 અભયમની મદદ લીધી. જેથી કાકા સસરાને કાયદાકીય સમજણ આપી જણાવેલ કે, હવે પછી હું વ્યસન છોડી મારી પત્નીને ઘરે લઈ આવીશ તથા અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ રાખીશ નહીં અને પીડિત બેન તથા તેમના પરિવાર સાથે હવે પછી આ બાબતે કોઈ પણ લડાઈ ઝઘડો કરીશ નહીં અને મારપીટ કરવાની ધમકી આપીશ નહીં જેની લેખિતમાં બાંહેધરી આપતા પીડીતાએ જણાવેલ કે તેમને આગળ કોઈ કાયૅવાહી ના કરવી હોય તેમજ કાકા સસરાને સમજાવતા તેમની ભુલ સ્વીકારી હોવાથી કાકા સસરા અને વહુ વચ્ચે સુ:ખદ સમાધાન કરાવ્યુ હતુ. પીડીતાએ મદદ બદલ 181 તાપી અભયમને આભાર વ્યક્ત કરેલ