વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

0
IMG-20240519-WA0028
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ અ.હે.કો. બિપીનભાઇ રમેશભાઇ નોકરી પેરોલ તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે વ્યારાના જનક નાકાથી ચીખલી તરફ જતા રસ્તા પરથી વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- વિપુલભાઇ સોમાભાઇ ગામીત રહે, મોટાતારપાડા ગામ નિશાળ ફળીયા તા.સોનગઢ જી.તાપી નાને આજરોજ તા.૧૯/૦૫/૨૦૨૪ ના પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઈ, પેરોલ ફર્લો સ્કોડ તાપી, અ.પો.કો. વિનોદભાઈ ગોકળભાઇ તથા એલ.સી.બી.ના અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.પો.કો. અરૂણભાઇ જાલમસિંગએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *