વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ એલ.સી.બી. તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહને મળેલ બાતમી આધારે વ્યારા સીંગી ફળીયા ખાતેથી વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો- ફરતો વોન્ટેડ આરોપી- ગીજરેસ નવીન ઢોડિયા ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે.વ્યારા સીંગી ફળીયુ પ્રાથમિક સ્કુલની સામે તા.વ્યારા જી.તાપીને આજરોજ તા.૧૯/૦૫/૨૦૨૪ ના રોજ પકડી પાડતા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, અ.પો.કો. રોનકભાઇ સ્ટીવનશનભાઇ, આ.પો.કો. ઇન્દ્રસિંહ વાલાભાઇ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના અ.પો.કો. હસમુખભાઇ વીરજીભાઇએ કામગીરી કરેલ છે.
