ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી વ્યારા પોલીસ ટીમ

0
Screenshot_20240423_130828_WhatsApp
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી, તાપીએ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારા વિભાગ, વ્યારાને બાતમી મળેલ કે, વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાનો છેલ્લા ચાર વર્ષથી નાસતો-ફરતો આરોપી અબ્દુલ કાદર અબ્દુલ હમિદ શેખ રહે.કઠોર ગામ, તાયવાડ, તા.કામરેજ, જિ.સુરત વ્યારા ટીચકપુરા બાયપાસ ખાતે આવનાર છે જે બાતમી આધારે આરોપીને પકડી પાડવા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.એસ. ચૌહાણ વ્યારા પોલીસ સ્ટેશને કાર્યવાહી કરવા સુચના આપતા અ.પો.કો. વિક્રમભાઇ પ્રેમાભાઇ તથા અ.પો.કો. જીજ્ઞેશભાઇ ચંદુભાઇ તથા આ.પો.કો. સંજયભાઇ પ્રવિણભાઇને સંયુકત રીતે કામગીરી કરી, આરોપી અબ્દુલ કાદર અબ્દુલ હમિદ શેખને વ્યારા ટીચકપુરા બાયપાસ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

(૧) પી.જી.નરવાડે, નાયબ પોલીસ અધિક્ષક, વ્યારા વિભાગ, વ્યારા

(૨) શ્રી એન.એસ.ચૌહાણ, પો.ઇન્સ., વ્યારા પો.સ્ટે.

(૩) અ.પો.કો. વિક્રમભાઇ પ્રેમાભાઇ

(૪) અ.પો.કો. જીજ્ઞેશભાઇ ચંદુભાઇ

(૫) આ.પો.કો. સંજયભાઇ પ્રવિણભાઇ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *