ઓલપાડ તાલુકામાં પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર મેળવનારા શિક્ષક ભાઈ-બહેનો સન્માનિત થયા
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતાં અને શાળાકીય, સહઅભ્યાસિક પ્રવૃતિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપનારા પ્રાથમિક શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે તેવાં ઉમદા હેતુસર ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપવાની યોજના રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે.
આ યોજના અન્વયે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માટે સમગ્ર રાજ્યનાં દરેક કલસ્ટર દીઠ અને દરેક સત્ર દીઠ એક શિક્ષકની પસંદગી કરવાની હોય છે. જે અંતર્ગત 2023/24 નાં દ્વિતીય સત્ર માટે ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર દીઠ એક પ્રતિભાશાળી શિક્ષકની યાદી જાહેર થઈ હતી જે આ મુજબ છે. 1. સરોજ ચૌધરી (ક્લસ્ટર:કરંજ), 2. આરતી દવે (ક્લસ્ટર:કીમ), 3. યોગેશ્વરી પટેલ (ક્લસ્ટર:કુંદિયાણા), 4. અમિષા પટેલ (ક્લસ્ટર:માસમા), 5. નિમીષા પટેલ (ક્લસ્ટર:મુળદ), 6. ઈલા પટેલ (ક્લસ્ટર:ઓલપાડ), 7. દુષ્યંત જોષી (ક્લસ્ટર:પિંજરત), 8. પંકજ પટેલ (ક્લસ્ટર:રાજનગર), 9. હર્ષા પંચાલ (ક્લસ્ટર:સાંધિયેર), 10. અર્ચના પટેલ (ક્લસ્ટર:સાયણ), 11. કલ્પના પટેલ (ક્લસ્ટર:સીથાણ)
ગુણાંકન માળખા અનુસાર પસંદગી પામેલ શિક્ષકોને જે તે શાળાઓમાં વિશેષ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ તમામ શિક્ષક ભાઈ-બહેનોને બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
