સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ

0
IMG-20240415-WA0007
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, નોકરી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસીંહ તથા અ.પો.કો.વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે વ્યારાના શંકર ફળીયા મસ્જીદ પાસેથી સોનગઢ પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- ફઝલ ઇબ્રાહીમ મુલતાની ઉ.વ.૩૧, રહે. મુલતાની ફળીયુ, ઝંખવાવ, તા.માંગરોળ, જી.સુરતને તા.૧૫/૦૪/૨૦૨૪ ના રોજ પકડી પાડતા કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, એલ.સી.બી. તાપી એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસીંહ તથા અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.પો.કો. રોકનભાઇ સ્ટીવનશનભાઇ, અ.પો.કો. અરૂણભાઇ જાલમસીંગ તથા પો.કો. ધનંજય ઇશ્વરભાઇ નોકરી- પેરોલ ફર્લો સ્કોડ, જી.તાપીએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *