ધો. ૧૧ સાયન્સમાં ફ્રી પ્રવેશ માટે સ્કોલરશીપ ટેસ્ટનું તથા સાયન્સના ડેમો લેકચરનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ, રીધમ હોસ્પીટલની પાછળ, વ્યારા ખાતે તા.૧૫/૦૪/૨૦૨૪થી ધો.૧૧ સાયન્સના ફિઝિકસ/કેમેસ્ટ્રી/બાયોલોજી વિષયનાં ફ્રી બેઝીક ડેમો લેકચર શરૂ થાય છે. તથા તા.૨૦/૦૪/૨૦૨૪ને શનિવારે સવારે ૧૦ કલાકે ધો.૧૦ બોર્ડની પરીક્ષા આપી હોય અને ધો. ૧૧ સાયન્સમાં ફ્રી પ્રવેશ મેળવવા માંગતા કોઈપણ શાળાના બાળકો આ સ્કોલરશીપ ટેસ્ટ આપી શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના રહેલ ટેલેન્ટના આધારે ૧ થી ૩૦ સુધીમાં ક્રમાંક મેળવી આ સ્કોલરશીપ ટેસ્ટનો લાભ લઈ શકે છે. ટેસ્ટમાં ૧ થી ૧૦મો ક્રમાંક મેળવનારને ૧૦૦% શિક્ષણ ફી માફી, ૧૧ થી ૨૦મો ક્રમાંક મેળવનારને ૫૦% અને ૨૧ થી ૩૦મો ક્રમાંક મેળવનારને ૨૫% શિક્ષણ ફીમાં માફી આપવામાં આવશે. ગણિતનાં ૩૦ માકર્સ + વિજ્ઞાનનાં ૩૦ માકર્સ + અંગ્રેજીનાં ૩૦ માકર્સ અને ગુજરાતીનાં ૧૦ માર્કસ એમ કુલ ૧૦૦ માર્કસના MCQ પ્રકારના પ્રશ્નોની આ ટેસ્ટ ગુજરાતી અને અંગ્રેજી બંને મીડીયમનાં વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ ટેસ્ટ પેપર રાખવામાં આવશે. વધુ માહિતી માટે કે, નામ નોંધાવવા માટે શાળા કાર્યલય ૫ર રૂબરૂ આવી કે મોબાઈલ નંબર : 99251 56898 / 9173544778/9979345645 પર કોલ કરીને કે નીચે આપેલ ગુગલ ફોર્મની લિન્ક દ્રારા https://forms.gle/z9QP7PQUsoVubeLV6 ઓનલાઈન ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરી શકે છે.