કીમ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ /પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

0
IMG-20240405-WA0002
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઈ.શ્રી જે.બી. આહીર, નોકરી એલ.સી.બી. તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસોએ સાથે નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે વ્યારા રામીબા હોન્ડાના શો રૂમ પાસેથી સુરત ગ્રામ્યના કીમ પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામા સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- મનોજ લાલસીંગ ચોધરી ઉ.વ.૪૯ રહે.નવુ ફળીયુ બાજીપુરા તા.વાલોડ જી.તાપીને તા.૦૫/૦૪/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.સ.ઈ.શ્રી જે.બી. આહીર, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, પો.કો. રોનક સ્ટીવન્સન એલ.સી.બી. તાપી તથા પો.કો. ધનંજય ઇશ્વરભાઇ પેરોલ/ફર્લો સ્કોડ તાપીએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *