વ્યારા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ રેલીનુ આયોજન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . તા.૦૩: તાપી જિલ્લામાં લોકસભા સામાન્ય ચુંટણી આગામી ૦૭ મે ૨૦૨૪ ના રોજ યોજાનાર છે. જેમાં વધુમાં વધું નાગરીકો જોડાય અને મતદાન કરે, લોકોમાં મતદાન અંગે જાગૃત્તિ કેળવાય તે અર્થે તાપી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં સ્વીપ એક્ટિવિટિઝ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ અધિકારી ધારા પટેલના નેતૃત્વમાં જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત વ્યારા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા મતદાર જાગૃતિ રેલીનુ આયોજન કરી વ્યારા નગરજનોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ સાથે સૌ સફાઇકર્મીઓએ મતદાન અંગેનો સંકલ્પ લીધો હતો.
000