ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદારોને પ્રલોભન તેમજ ધાક-ધમકી આપવી શિક્ષાને પાત્ર છે

Contact News Publisher

તાપી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ટોલ ફ્રી નંબર જાહેર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૬ માર્ચઃ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત કોઈપણ વ્યક્તિને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદૃદેશથી ,ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઈપણ લાંચ લેતી કે આપતી કોઈપણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧-ખ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડની અથવા બંને શિક્ષાને પાત્ર છે. વધુમાં કોઈપણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડવાની ધમકી આપતી કોઈપણ વ્યક્તિ, ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧-ગ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે. લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા તેમજ મતદારોને ધાક-ધમકી આપવામાં સામેલ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે ફ્લાઈંગ સ્ક્વોડ ઉભી કરવામાં આવી છે.આથી તમામ નાગરિકોને કોઈપણ પ્રકારની લાંચ નહીં લેવા અને કોઈપણ વ્યક્તિને લાંચ લેવાનું કહે અથવા લાંચ વિશે કોઈપણ પ્રકારની જાણકારી મળે અથવા મતદારોને ધાક-ધમકી અપાયાના કિસ્સાની જાણ થાય તો , તે અંગે ફરિયાદ મેળવવા માટે ઉભા કરવામાં આવેલા જિલ્લાના ૨૪* ૭ ફરિયાદ દેખરેખ-નિયંત્રણ એકમના ટોલ ફ્રી નંબર *૧૮૦૦-૨૩૩-૧૦૦૫,* *૧૯૫૦* તથા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ નં..*૦૨૬૨૬-૨૨૫૯૩૫* ઉપર જાણ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તાપી-વ્યારા દ્વારા જણાવાયું છે.
00000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other