આગામી તા.13મી માર્ચના રોજ ગુજરાતના રાજ્યપાલશ્રી તાપી જિલ્લાની મુલાકાતે
કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપનને અનુલક્ષીને કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
–
સુરક્ષા, પાર્કિંગ વગેરે આયોજનને લઇ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચાની સાથે જરૂરી સુચનો કર્યા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.07: આગામી તા.13મી માર્ચ રોજ ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના હરિપુર ખાતે પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલન કાર્યક્રમમાં પધારનાર છે. જેને અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી ડૉ. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી. એન. શાહની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કાર્યક્રમના સુચારું આયોજન અંગે બેઠક યોજાઈ હતી.
જેમાં કલેક્ટરશ્રીએ રાજ્યપાલશ્રીના કાર્યક્રમ સંદર્ભે કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યા હતા. કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સુરક્ષા, પાર્કિંગ, બેઠક વ્યવસ્થા, ટ્રાફીક નિયમન, વગેરેને લઇને સંબંધિત અધિકારીશ્રીઓ સાથેની ચર્ચાઓ સહિત કેટલીક જરૂરી સુચના આપી હતી.
0000