આગામી ૨૨મી ફેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાનશ્રી કાકરાપાર અણુમથકના મુલાકાત અર્થે પધારનાર હોય, સુરક્ષિત ટ્રાફિક સંચાલન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુંસર વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અનુરોધ
રોડ ડાયર્વઝન કરવા અંગેનું જાહેરનામું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૯: તાપી જિલ્લામાં આગામી ૨૨મી ફેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર અણુમથકના મુલાકાત અર્થે પધારનાર છે. આ કાર્યક્રમ દરમિયાન સુરક્ષિત ટ્રાફિક સંચાલન થાય,કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુંસર કેટલાક માર્ગો (રસ્તા) પર ભારે તથા અન્ય વાહનો માટે તા.૨૨/૦૨/૨૦૨૪ના રોજ સવારે ૧૨.૦૦ કલાકથી ૨૨.૦૦ કલાક સુધી બંધ કરી તેના પરથી પસાર થતો ટ્રાફિકને અન્ય વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપી દ્વારા બહાર પાડવા આવ્યું છે.
તે મુજબ બંધ કરેલ માર્ગ ની સામે વૈકલ્પિક માર્ગ તરીકે (૧) ઇન્દુ બ્રિજ વ્યારાથી માંડવી તરફ જતા ભારે તથા અન્ય વાહનોએ ઇન્દુ બ્રિજ,બાજીપુરા મઢી થઇ માંડવી તરફ જતા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહશે,(૨)માંડવીથી કાકરાપાર થઇ વ્યારા ઇન્દુ બ્રિજ તરફ આવતા ભારે વાહનોએ કણજા ગામેથી પરત માંડવી થઈ મઢી,બાજીપુરા તરફ જતા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રેહશે.
આ ઉપરાંત અપવાદરૂપમાં આવશ્યક સેવાના વાહનો, ઇમરજન્સી સેવાઓ અને આરોગ્ય વિષયક સેવાઓને લગતા વાહનોની અવર-જવર તથા સરકારી વાહનો તેમજ સરકારી કામ માટે આવન-જાવન કરતા વાહનો તથા કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવતા વાહનોને પાર્કિંગ સુધી જવા માટે આ જાહેરનામું લાગુ પડશે નહિ.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
0000000