ઔદ્યોગિક તાલીમ સંસ્થા વ્યારા દ્વારા એપ્રેન્ટીસ ભરતી મેળા યોજાયો
Contact News Publisher

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન ઉકાઇ દ્વારા ૫૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામા આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા,૧૯ ઔદ્યોગિક તાલીમ સંસ્થા વ્યારા દ્વારા આયોજિત એપ્રેન્ટીસ ભરતી મેળામાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન ઉકાઇ દ્વારા વિવિધ એપ્રેન્ટીસ વેકેન્સી માટે ભરતી પ્રક્રીયા હાથ ધરવામા આવી હતી. જેમાં તાપી જિલ્લાના મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા.
આ એપ્રેન્ટીસ ભરતી મેળામાં તાપી જિલ્લાના 52 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામા આવી હતી. આગળની પ્રક્રીયા ટુંક સમયમાં પૂર્ણ કરવામા આવશે અને મેરીટ આધારિત હાજર ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે અંતિમ પસંદગી કરવામા આવશે. આ ભરતી મેળાનું સફળ આયોજન સંસ્થાના આચાર્ય શ્રી એમ.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ આસિ.એપ્રેન્ટીસ એડવાઇઝર શ્રી એન.ડી. દેસાઇ તથા સમગ્ર ટીમ દ્વારા કરાવામા આવ્યુ હતુ.
000000
