તાપી જિલ્લામાં કાર્યરત આરોગ્ય વિભાગના કંટ્રોલરૂમનો જરૂરિયાતમંદોને લાભ લેવા અનુરોધ

Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૫: વૈશ્વિક મહામારી “કોરોના” ના સંક્રમણને નાથવા માટે પ્રયાસરત રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ પ્રજાજનોના સ્વાસ્થ્ય અને સલામતી માટે અનેકવિધ પગલાં લીધા છે. જે મુજબ તાપી જિલ્લાનું વહીવટી તંત્ર પણ પ્રજાજનોની સુખાકારી માટે રાતદિવસ કાર્ય કરી રહ્યું છે.
જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં ૨૪/૭ રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ (ટેલિફોન નંબર ૦૨૬૨૬-૨૨૦૪૫૩) કાર્યરત કરાયો છે. જો કોઈ વ્યક્તિને શરદી, ખાંસી, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો આ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવા માટે તાપીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હર્ષદ પટેલ દ્વારા જણાવાયું છે.
–