કણકેશ્વર મહાદેવ યુવક મંડળ તરફથી કણાવ ખાતે મહાયજ્ઞનું આયોજન : ધર્મપ્રેમી જનતાને જોડાવા જાહેર નિમંત્રણ
(દિવ્યેશ પટેલ દ્વારા, કણાવ-પલસાણા) : 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ અયોધ્યામાં શ્રીરામ ભગવાનનું અતિ ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, અને 22મી જાન્યુઆરી ના રોજ રામલલાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનારી છે, જે ઉપલક્ષ્યમાં સમગ્ર દેશભરમાં ધર્મ પ્રેમી જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાં શ્રી રામની લહેર ઊઠી છે. ત્યારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કણાવગામ ખાતે ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન ક૨વામાં આવ્યું છે જેમાં ધર્મ પ્રેમી જનતાને સહભાગી થવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. ત્રિ દિવસીય કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો પહેલો દિવસ તા. 20મીનાં શનિવારના રોજ બાઈક રેલીનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે. બાઈક રેલી સાંજે 4 કલાકે કણાવ ગામ ખાતેથી પલસાણા -રામજી મંદિર, ભૂતપોર, એના, -ઘલુડા, મલેકપોર ગામ ફરી કણાવગામ માં આવશે. બીજા દિવસે તા. 21મીના રવિવારના રોજ મહાપ્રસાદીનું વિતરણ તેમજ સાંજે 6 કલાકે શોભાયાત્રા કણાવ ગામમાંથી કાઢવામા આવશે. આખાગામ ના લોકો પોત પોતાના ઘરે રંગોળી ભરશે. અને રાત્રે ભજન મંડળ- કણાવગામ ખાતે રખાયું છે. અને ત્રીજા દિવસે તા. 22મીના સોમવારના રોજ યજ્ઞ, સ્તુતિ સવારે 9 થી 12 વાગ્યા સુધી, રામ ધૂન, બપોરે 2 થી 4 વાગ્યા સુધી અને ત્યાર બાદ મહાપ્રસાદ 4 વાગ્યેથી શરૂ કરાશે. આખાગામ મા ઘરે -ઘર દીવા પ્રગટાવવાનો કાર્યક્રમ સાંજે 7 વાગ્યે અને ભજન મંડળ રાત્રે 9 થી 12 વગ્યા સુધી (મગન ડિસ્કો ) ભજનીક કલાકાર એના,