વ્યારાના ઈન્દુ ગામે દૂધ ડેરી ખાતે કાલિદાસ હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક હોમિયોપેથીક કેમ્પનું આયોજન

0
Screenshot_20231208_083043_Samsung Notes
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન.કોઠારી હોમિયોપેથીક કોલેજ અને રિચર્ચ સેન્ટર,વ્યારા સંલગ્ન કાલિદાસ હોસ્પિટલ,વ્યારા દ્વારા નિ:શુલ્ક હોમિયોપેથીક કેમ્પનું આયોજન તા. 03/12/23, રવિવાર ના રોજ સવારે 10:00 થી 01:00 વાગ્યા દરમિયાન ઇન્દુ દૂધ ડેરી ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ઇન્દુ ગામના દૂધ ડેરીના પ્રમુખ ગમનભાઈ ગામીત ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ કેમ્પ માં દર્દીઓને ની:શુલ્ક હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ડો. દિલ્પા પરમાર દ્વારા ઇન્ટરનીની મદદ થી કેમ્પનું સંચાલન કરાવમાં આવ્યું હતું..આ કેમ્પનું સંપૂર્ણ આયોજન કોલેજના આચાર્ય ડો. જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ ડો.વૈશાલી ચૌધરી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other