ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા વિકાસ અધિકારીનો સહર્ષ આવકાર

0
IMG-20231106-WA0042
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાલુકા વિકાસ અધિકારી ઓલપાડ તરીકે ફરજ બજાવતાં શ્રી મૌલિક એમ. દોંગાની ગાંધીનગર ખાતે બઢતી સાથે બદલી થતાં તેમની જગ્યાએ શ્રી હાર્દિક એમ.ગઢવીએ આજરોજ ચાર્જ સંભાળ્યો હતો.
તાલુકા વિકાસ અધિકારી, ગોંડલ ખાતેથી ઓલપાડ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત થયેલ શ્રી હાર્દિક એમ.ગઢવીને અત્રેની તાલુકા પંચાયત કચેરી ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકા૨ી નગીનભાઈ પટેલ, બી.આર.સી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તથા સંઘનાં અન્ય હોદ્દેદારો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *