સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 ની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ- 3 થી 8 ની સત્રાંત પરીક્ષાનો આજરોજ શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયેલ છે.
રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ નિયત સમયપત્રક મુજબ જિલ્લાની જિલ્લાની 939 સરકારી પ્રાથમિક શાળાઓનાં પરીક્ષાર્થી બાળકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.દિપકભાઇ દરજી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સહિત જે તે તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ-મંત્રીઓએ શુભેચ્છા પાઠવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other