કલા મહાકુંભ ૨૦૨૩-૨૪ના રજીસ્ટ્રેશનની તારીખ આગામી ૨૫ નવેમ્બર-૨૦૨૩ સુધી લંબાવામાં આવી
તાપી જિલ્લા જાહેર જનતા જોગ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૩ રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ-અલગ વયજુથના કલા પ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર તેમજ કમિશ્નરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર તેમજ જિલ્લા વહિવટી તંત્ર તાપી દ્વારા ચાલુ વર્ષે રાજ્યમાં કલા મહાકુંભ – ૨૦૨૩-૨૪ નું સુચારૂ આયોજન થાય તેમજ વધુને વધુ કલાકારો સ્પર્ધામાં ભાગ લે તે માટે તાલુકા કક્ષા કલામહાકુંભનું ઓફલાઇન રજીસ્ટ્રેશનની આગામી તારીખ:-૨૫/૧૧/૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે. જેની તમામ કલાકારોને નોંધ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી તાપીને અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦