સોનગઢ તાલુકાના આમલગુંદી ગામે ડી.આર.ડી.એ. સ્વચ્છતા જાળવવા સ્વચ્છતા શપથ લેવડાવી

0
IMG-20231013-WA0014
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૨: ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આમલગુંદી ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડીસ્ટ્રીક કોઓર્ડીનેટરશ્રી નિતિન ગામીત દ્વારા ગ્રામજનો સાથે બેઠક યોજવામાં આવી હતી. અને ગ્રામજનોને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંગે અવગત કરી તેઓને આ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. બેઠકના અંતે સૌએ પોતાના ગામમાં સ્વચ્છતા જાળવવા સ્વચ્છતા શપથ લીધી હતી.
૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *