તાપી જીલ્લામાં ૨૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર લોક વિજ્ઞાન કેન્દ્રના ફાયદા અને લાભ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં અત્યાધુનિક જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર સરકાર શ્રીના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ગુજકોસ્ટ ગાંધીનગરના માધ્યમથી અને સંચાલનથી ૨૦ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. જેમાં આધુનિક વિજ્ઞાનના આઠ જુદાજુદા પ્રકલ્પો પ્રસ્થાપિત થનાર છે. લોક વિજ્ઞાન કેન્દ્ર વિષે વધુ જાણીયે.
લોક વિજ્ઞાન કેન્દ્ર હેતુ : વિજ્ઞાન ટેકનોલોજી વિભાગના ગુજકોસ્ટ ગાંધીનગર દ્રારા રાજ્યના દરેક જીલ્લામાં લોકવિજ્ઞાન કેન્દ્રો ચલાવે છે. જેમાં તાપી જીલ્લામાં કલાનિકેતન લોકવિજ્ઞાન કેન્દ્ર. વ્યારામાં વર્ષ ૨૦૧૬ થી મંજુરી અર્થે કાર્યરત છે. જેમાં હાલ ડાયરેક્ટર કેતનભાઈ શાહ તથા ચાર કમિટી સભ્યો એમ પાંચ વ્યક્તિઓ હોય છે. જેમાં વિજ્ઞાનના આવિસ્કાર, અંધશ્રદ્ધા દુર કરવા અને નવીનતમ શોધ વિષે જીલ્લાના લોકોમાં, શાળામાં, ગામમાં, સરકારી કચેરીઓમાં, શિક્ષકોને માહિતગાર કરવાનું તથા શાળા કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ ગુજકોસ્ટ ગાંધીનગરની સ્પર્ધાઓ કરવામાં આવે છે. સ્પર્ધામાં વિજેતાઓને કરોડો રૂપિયાના ઇનામો આપવામાં આવે છે.
લોકવિજ્ઞાન કેન્દ્રના ફાયદા અને લાભ : વર્ષ ૨૦૧૬ થી વર્ષ ૨૦૨૩ સુધીમાં જુદીજુદી સ્પર્ધામાં તાપી જીલ્લાના ૧૨૦૦ આદિવાસી અને અન્ય વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્રો, ઇનામો, વૈજ્ઞાનિક કીટો મળી છે. લોક વિજ્ઞાન કેન્દ્ર થકી ખેડૂતો, તલાટી, સરપંચો, ગ્રામસભા, વાલી મંડળો, શિક્ષક મિત્રો, આચાર્યો, બાળકો, સંચાલકો અને લોકોને વિજ્ઞાન પ્રત્યે રસ, રૂચી વધે તેવા ભગીરથ પ્રયાસ કરી નવા આયામો રચવા અને વિજ્ઞાન સાથે જોડાવાનો સદભાવ જાગે, પ્રયોગો થકી સત્ય તરફ જવાનો માર્ગ મોકળો થાય, ગોબાચારી ઘટે, સાચું જાણે આગામી દિવસોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ગાંધીનગર વિભાગના ગુજકોસ્ટ દ્રારા ૨૦ કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક વહીવટી તંત્ર તાપીના સહકારથી સરકારી પડતર જમીન બે એકર મળવાથી જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર મુસા મદાવ પુલ પાસે નિર્માણ થશે જેમાં રોબોટીકસ ગેલેરી, એક્વેરિયમ, થીમપાર્ક, આઈમેક્ષ,એસ્ટ્રોનોમીઅને સ્પેસ સાયન્સ,નેચરપાર્ક,આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સજેવા વિવિધ પ્રકલ્પો પ્રસ્થાપિત થનાર છે. આં વિજ્ઞાન કેન્દ્રથી તાપી અને આજુબાજુના જિલ્લાના જનજનને આધુનિક વિજ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવ સાકાર થશે.
ગુજકોસ્ટની કાર્ય રચના : ગુજકોસ્ટ ગાંધીનગર સંચાલિત લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા નેશનલ સાયન્સ સેમીનાર, રૂરલ આઈ.ટી ક્વીઝ સ્પર્ધા, રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ, નેશનલ સાયન્સ ડ્રામા જેવી જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા, નેશનલ કક્ષા સુધી સ્પર્ધામાં ભાગ લઇ ગાંધીનગર રાજ્ય લેવલે અને દિલ્હી નેશનલ લેવલે તાપી જિલ્લાની શાળાઓ જેવી કે પી.પી. સવાણી, એકલવ્ય ઉકાઈ- ખોડદા, વિધાકુંજ વિરપુર, વાઈબ્રન્ટ, સિંઘાનિયા ઉકાઈના કુલ ૯૦ બાળકોએ લાખો રૂપિયાના ઇનામો, રોકડ પુરસ્કાર જીતી શાળા, ગામ, સમાજ, કુટુંબ અને જીલ્લાનું નામ રોશન કર્યું છે.
લોક વિજ્ઞાન કેન્દ્રના ઉદ્દેશો : લોક વિજ્ઞાન કેન્દ્ર એટલે લોકોને વિજ્ઞાન તરફ અને વિજ્ઞાન પ્રત્યે લોકોનું વલણ મુખ્ય ઉદ્દેશ છે. જીલ્લામાં અંધ શ્રધ્ધા નીમુર્લન કાર્યક્રમો કરવા, જીલ્લામાં સાયન્સ સીટી બનાવવું, વિજ્ઞાન ક્લબો શાળા કક્ષાએ બનાવવી, ગણિત વિજ્ઞાન શિક્ષકોને HOW TO TEACHની તાલીમ આપવી, વિજ્ઞાન મેળાનું આયોજન કરવું, ધર્મને વિજ્ઞાન સાથે જોડવું, વૈદિક હોળીઓ કરાવી, કલાઇમેન્ટ ચેઈન્જના કાર્યક્રમો કરવા, ગ્રીન ઉર્જાના ઉપાયો અને ઉપયોગ, સાયન્સ સેમિનારો કરવા, અટલ લેબો બનાવવી, સાયન્સ પ્રવાસ મફત કરાવવો, વિજ્ઞાન દિવસોની ઉજવણી, દરેક તાલુકે વિજ્ઞાન સંશોધન કેન્દ્રો ખોલવા, ગણિત ક્લબો સ્થાપવી, વિજ્ઞાન પ્રવાહની શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક સેમિનારો યોજવા,
લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતનભાઈ શાહ દ્રારા જણાવવામાં આવે છે કે તાપી જીલ્લાના આંગણે એક નવીન જાણવા માણવા અને ફરવા માટેનું વિશાળકાય વિજ્ઞાન કેન્દ્ર થકી લોકોમાં નવો ઉત્સાહ જાગશે અને આનંદ ઉલ્લાસ સાથે પ્રેરણા મળશે. બાળકો, શિક્ષકો અને શાળાઓને પ્રવાસનું એક માધ્યમ મળશે. લોકોમાં વિજ્ઞાનના સંસોધન અને પ્રયોગાત્મક પ્રદર્શન થકી નવીન વિચાર અને ઉર્જા પ્રાપ્ત થશે. હમો છેલ્લા આઠ વર્ષથી તાપી જીલ્લામાં લોક વિજ્ઞાન કેન્દ્રના માધ્યમથી સમાજ જીવનમાં નવા આયામો સાથે લોકોની વચ્ચે જઈ વિજ્ઞાન ગાથાની સચોટ વાતો કરી નવો સફળ માર્ગ ચાતર્યો છે. જેમાં હજુ ઘણું કરવાનું બાકી છે. જે લોકોના અને સરકાર શ્રીના સાથ સહકારથી કરીશું. જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર બનવાથી શિક્ષણ જગતમાં આનંદ હર્ષની લાગણી પ્રગટશે અને વિદ્યાર્થી, શિક્ષક અને વિજ્ઞાન કેન્દ્રનો એક નવો સેતુ સ્થાપશે.