પી. પી.સવાણી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનું રમત-ગમત ક્ષેત્રમા રાજ્ય કક્ષાએ સિલેક્શન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી એજ્યુકેશન અકેડમી દ્વારા સંચાલિત પી. પી. સવાણી વિદ્યામંદિર શાળાએ વિદ્યાર્થીઓને જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી દ્વારા આયોજિત SGFI રમત ગમત સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ અપાવ્યો. તેમાં ઝોન કક્ષા, તાલુકા કક્ષા અને ત્યાર બાદ જિલ્લા કક્ષાએ ખૂબ જ જોરદાર પ્રદર્શન કરી વિદ્યાર્થીઓ હવે શાળાને રાજ્ય કક્ષાએ પ્રેઝન્ટ કરશે. રાજ્યકક્ષામાં ટીક્વંડોમાં ઓમ ઢોડિયા, આર્ય ઢોડિયા શાળાને રીપ્રેઝન્ટ કરશે. ટેબલ ટેનિસમાં સ્વયં અધ્વર્યુ અને કાંશિત અધ્વર્યુ ,યોગામાં યક્ષ ગામીત, કાવ્યા ચૌધરી અને ચારું કોલિ તેમજ હેન્ડબોલમાં કુંજ ગામિત ,ધ્રુવ ચૌધરી શાળાને પ્રેઝન્ટ કરશે. સાથે જ વોલીબોલ તથા ફૂટબોલ ની રમતમાં પણ તાપી એજ્યુકેશન એકેડેમીના ખેલાડીઓ પોતાનું ઉત્તમ જોશદાર પ્રદર્શન દાખવવા માટે પી.ટી કોચ અંકિત ગામીતના માર્ગદર્શન હેઠળ ઉત્સાહપૂર્વક તૈયારી કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓના આવા અદભુત પ્રદર્શન બદલ શાળાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને તેમના ઉજ્વળ ભવિષ્ય માટે સહર્ષ શુભેચ્છા પાઠવવામાં આવી છે.
