પી. પી. સવાણી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનું ફૂટબોલ તથા વોલીબોલ રમતમા રાજ્ય કક્ષાએ સિલેક્શન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી એજ્યુકેશન અકેડમી સંચાલિત પી.પી. સવાણી વિદ્યામંદિર, કાટગઢના વિદ્યાર્થીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી દ્વારા આયોજિત ફૂટબોલ તથા વોલીબોલ રમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં જિલ્લા કક્ષાએ ખૂબ જ જોરદાર પ્રદર્શન કરી વિદ્યાર્થીઓ હવે શાળાનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.

રાજ્યકક્ષાએ વોલીબોલ રમતમાં પર્વ ચૌધરી, રોનીક ગામીત,હર્ષિલ ચોર્યા, રમેશ ચૌધરી, વિશેષ પટેલ તથા ફૂટબોલ ની રમતમાં માહીપ ચૌધરી, દીપ કોંકણી અને શુભમ ચૌધરી જેવા ખેલાડીઓ પોતાનું ઉત્તમ પ્રદર્શન દાખવવા માટે પી.ટી કોચ અંકિત ગામીતના માર્ગદર્શન હેઠળ ઉત્સાહપૂર્વક તૈયારી કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓના આવા સરાહનીય પ્રદર્શન બદલ શાળાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રીઓએ શાળા પરિવાર વતી વિદ્યાર્થીઓને તેમના ઉજ્વળ ભવિષ્ય માટે સહર્ષ શુભેચ્છાઓ પાઠવી.
