સી.એન.કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ વ્યારા દ્વારા “અંગદાન સંકલ્પ દિવસ”ની ઉજવણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના નિર્દેશન હેઠળ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે “અંગદાન જાગૃતિ પખાવડિયા”ની ઉજવણી ના ભાગરૂપે સી.એન.કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા “અંગદાન સંકલ્પ દિવસ” ઉજવણી “અંગદાનની પ્રતિજ્ઞા” લઈને કરવામાં આવી. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા “અંગદાનની પ્રતિજ્ઞા” લેવામાં આવી, અને તેના માટેના ફોર્મ ભરીને તાપી જિલ્લાના જિલ્લા સંયોજકને મોકલવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિન્સીપાલ ડો. (શ્રીમતી) જ્યોતિ આર.રાવના સફળ માર્ગદર્શન હેઠળ ડો.સ્વપ્નીલ ખેંગાર અને પ્રવૃત્તિ સમિતિની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *