જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્રારા સુરત જિલ્લાની બારડોલી બીએબીએસ શાળામાં નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ-૨૦૨૩ યોજાયો

0
IMG20230909105053
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર વ્યારા તાપી દ્રારા સુરત શહેર અને જિલ્લાનો નેશનલ સાયન્સ ડ્રામા સ્પર્ધા -૨૦૨૩ બારડોલી બીએબીએસ શાળામાં ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવાયો.જે માધ્યમીક શાળાના આચાર્ય ચેતનાબેન અઢેરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ૧૨ શાળાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તેમાંથી ૮ શાળાઓના બાળકો સહીત કુલ ૬૪ સ્પર્ધકોએ ભાગ લઇ વૈજ્ઞાનિક નાટક વિષયાનુસાર રજુ કર્યા હતા. સૌનું સ્વાગત પુષ્પગુચ્છથી કરી આવકાર સ્વાગત શાળા દ્વારા કરવામાં આવ્યું.  પ્રાસંગિક પ્રવચન લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી સુરતના ડાયરેક્ટર શ્રીકેતનભાઈ શાહ દ્રારા જણાવવામાં આવ્યું કે, નાટક એક સામાજિક પ્રવૃત્તિ છે. પરંતુ તેમાં જો વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વિચાર ઉમેરવામાં આવે તો સમાજને માટે તે નાટક પ્રેરણાશ્રોત બની જાય છે. જેનાથી સ્પર્ધકોની કૃતિથી શૈક્ષણિક લોક સમાજને વૈજ્ઞાનિક અભિગમનો ખ્યાલ આવે અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન સમજ પ્રાપ્ત કરવાનો અવસર મળે છે. તેથી જ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્રારા આવા વૈજ્ઞાનિક અભિગમ વાળા સાયન્સ ડ્રામાનું આયોજન ગુજકોસ્ટ ગાંધીનગરથી થાય છે. આં તબક્કે નિર્ણાયક તરીકે હેમંતભાઈ ચૌધરી અને સુમનભાઈ મિસ્ત્રી એ ખૂબ સારો નિર્ણય કરી સેવા આપી હતી અને બાળકોનો ઉત્સાહ વધાર્યો તેમજ વિવિધ શાળાના બીજા ૬૦ બાળકો અને ૧૦ વિજ્ઞાન શિક્ષકો હાજર રહી કાર્યક્રમ નિહાળ્યો સૌને અલ્પાહાર અને ૮ ટીમ પૈકી પ્રથમ વિજેતા ટીમ બીએબીએસ બારડોલી પ્રાથમિક અંગ્રેજી માધ્યમ શાળાને શ્રેષ્ઠ કૃતિથી નવાજી પ્રથમ નંબર આપી રોકડ પુરસ્કાર આપ્યો અને બીજા નંબરની વિજેતા ટીમ બીએબીએસ માધ્યમીક અંગ્રેજી માધ્યમ ને રોક્ડ પુરસ્કાર આપી શાળાના શિક્ષકો, સ્પર્ધકો સૌને અભિનંદન પાઠવ્યા અને તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા પ્રોત્સાહાન તરીકે એનાયત કરવામાં આવ્યા. પ્રથમ વિજેતા ટીમ આગામી દીવસોમાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાએ ભાગ લેશે. અને સુરત જિલ્લાનું ગૌરવ વધારશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *