સોનગઢનાં મચ્છી બજારમાંથી જુગાર રમતા પાંચ જુગારીઓને પકડી પાડતી સોનગઢ પોલીસ

0
Screenshot_20230818_173958_Samsung Notes
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાજેતરમાં શ્રાવણ માસ ચાલુ હોય, જે અનુસંધાને પ્રોહી જુગારની પ્રવૃત્તિને સદંતર નેસ્ત નાબુદ કરવા ડ્રાઇવનું આયોજન કરવામા આવેલ હોય પોલીસ ઇન્સપેક્ટરશ્રી, સોનગઢની સુચના મુજબ આજરોજ સોનગઢ પોલીસ સ્ટાફ દ્રારા  સોનગઢ ટાઉન મચ્છી બજારમાં, તોહ નાસિર દિલાવર કુરેશીની જનરલ સ્ટોરની બાજુમા રેડ કરતા મુંબઇથી નીકળતા વરલી મટકાના આંકો ઉપર જુગાર રમી રમાડતા કુલ-૦૫ જુગારીઓને પકડી પાડયા હતા તથા રેડ દરમ્યાન આંકોના તથા અંગ ઝડતીના રોકડા ૬ ૧૩,૪૮૦/- મળી આવેલ તથા મોબાઇલ નંગ- ૪ કિ.રૂ. ૨૦,૫૦૦/- તથા મો.સા.નં-૦૨ કિ.રૂ.૮૦,૦૦૦/- તથા કાપલીઓની બુક, કાર્બન પેપર, બોલપેન, કેલક્યુલેટર જેઓની કિ.રૂ.૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૧૧૩,૯૮૦/- ના મત્તાનો મુદ્દામાલ કબજે કરવામા આવેલ છે. જે બાબતે સોનગઢ પો.સ્ટે.મા જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબનો ગુનો દાખલ કરવામા આવેલ છે. આગળની વધુ તપાસ પો.સબ.ઇન્સ. કે.આર. ચૌધરી સોનગઢ પો.સ્ટે. કરી રહેલ છે.

અટક કરેલ આરોપીઓ :-

(૧) નાસિર દિલાવર કુરેશી, ઉ.વ-૪૬, રહે-સોનગઢ, પોસ્ટ ઓફીસની સામે, ઇસ્લામપુરા, તા-સોનગઢ, જિ-તાપી, (૨) રંગજીભાઇ ઇશર્યાભાઇ ગામીત, ઉ.વ-૬૧, રહે-ઝરાલી, ફુટલી ફળીયુ, તા-સોનગઢ, જિ-તાપી, (૩) ગોપાલભાઇ સાલીકભાઇ સાળુંકે, ઉ.વ-૪૯, રહે-સોનગઢ, જમાદાર ફળીયું, તા-સોનગઢ, જિ-તાપી, (૪) સુરેશભાઇ ગોવિંદભાઇ ગામીત, ઉ.વ-૫૬, રહે-પોખરણ, પટેલ ફળીયું, તા-સોનગઢ, જિ-તાપી. (૫) અશોકભાઇ સુકરીયાભાઇ ભીલ, ઉ.વ-૫૮, રહે-કીકાકુઇ, દક્ષીણ ફળીયું, તા-સોનગઢ, જિ-તાપી

કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી

૧) પો.સ.ઇ.શ્રી એસ.એમ સાધુ, સોનગઢ પોલીસ સ્ટેશન ૨) અ.હે.કો. સંદિપભાઇ હીરાલાલ, સોનગઢ પો.સ્ટે ૩) અ.હે.કો. અનિલકુમાર રાચંદ્રભાઇ, સોનગઢ પો.સ્ટે ૪) આ.પો.કો. પ્રશાંતભાઇ કિશોરભાઇ, સોનગઢ પો.સ્ટે. ૫) PC ગોપાલકુમાર કાળુભાઇ, સોનગઢ પો.સ્ટે. ૬) PC રાજીસભાઈ ગોપાળભાઈ, સોનગઢ પો.સ્ટે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *