પત્રકાર એકતા પરિષદ તાપીના પત્રકારો મુખ્યમંત્રીના કાર્યક્રમનો બહિષ્કાર કરશે !!
માહિતી ખાતાએ પત્રકારોને ગ્રુપમાંથી રીમુવ કરતા લેવાયો નિર્ણય
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આવતીકાલે નવમી ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી તાપી જિલ્લાના સોનગઢ ખાતે પધારી રહ્યા છે ત્યારે, આ કાર્યક્રમ પહેલા જ માહિતી ખાતાના ઇન્ફોર્મેશન ગ્રુપમાંથી મોટાભાગના સ્થાનિક મીડિયાના પત્રકારોને રીમુવ કરવામાં આવતા, આજરોજ પત્રકાર એકતા પરિષદ તાપીના પત્રકારો દ્વારા આ કાર્યના વિરોધમાં મુખ્યમંત્રીના કાર્યક્રમના બહિષ્કાનો નિર્ણય લેવાયો હતો.
નોંધવું રહ્યું કે મોટાભાગે youtube પોર્ટલ્સ ચલાવતા, કે પેપર રેગ્યુલર માહિતી વિભાગમાં આવતું નથી તેવા કારણો ધરી સ્થાનિક પત્રકારોને સરકારી ગ્રુપમાંથી રીમુવ કરવામાં આવ્યા હતા.જેને લઇ મોટા ભાગના પત્રકારોમાં અસંતોષની લાગણી ફેલાઈ હતી.ત્યારે આજરોજ ભેગા થયેલા પત્રકારોએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા આવતીકાલે નવમી ઓગસ્ટે પત્રકાર એકતા પરિષદના પત્રકારો મુખ્યમંત્રીના કાર્યક્રમનો બહિષ્કાર કરશે એવો નિર્ણય લીધો હતો.કોઈપણ પ્રકારની સરકારી જાહેરાત ન લેતા અને સરકારી લાભો ના મેળવતા પત્રકારોને રીમુવ કરવાનો માહિતી ખાતાને કોઈ અધિકાર નથી એવા મતથી સંમત થઈ પત્રકારોએ મુખ્યમંત્રીના કાર્યક્રમના બહિષ્કારનો સામૂહિકક નિર્ણય લીધો હતો.ત્યારે આ ઘટના બાદ તાપી જિલ્લા પ્રશાસન તંત્રની આ ઉઘડે છે કે કેમ તે જોવું રહ્યું??
નોંધવું રહ્યો કે પત્રકાર એકતા પરિષદના પત્રકારો પણ તંત્રની એ વાતથી સહમત છે કે જે પત્રકારો ખરેખર પત્રકારિતા સાથે જોડાયેલા નથી એ બીજા જિલ્લામાંથી તાપી જિલ્લામાં આવી અધિકારીઓ કે તંત્રને ખોટી હેરાનગતિ કરે છે એનો પત્રકારકતા પરિષદ પણ વિરોધ જ કરે છે.અને જિલ્લા બહારના પત્રકારોને તાપી જિલ્લા માહિતી ખાતાના ગ્રુપમાં એડ કરવાનો પણ વિરોધ કરે છે.પરંતુ સ્થાનિક પત્રકારો સાથે આવો દૂર વ્યવહાર ના થાય તે માટે પત્રકાર એકતા પરિષદે પોતાનો એકતાનો પરિચય બતાવવા આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.