હવે સુરત જવાની જરૂર નથી : વ્યારા સિવિલમા થાપાના અને ઘૂંટણના ઘસારાનો કૃત્રિમ સાંધો બદલવાનુ ઓપરેશન સફળ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાના ડોલવણ તાલુકાના બેડા રાયપુરા ગામના યુવાન જીતેન્દ્ર કનુભાઈ પટેલ ડાબા પગના થાપાના ભાગનો દુખાવો અને ચાલવામાં પડતી તકલીફ અને પલાઠી વાળીને બેસવામાં તકલીફ પડવી જેવી સમસ્યાથી છેલ્લા સાત મહિનાથી પીડાતા હોય તેમને જનરલ હોસ્પિટલ વ્યારામાં હાડકાના રોગના નિષ્ણાંત પાસે તેમની તકલીફ જણાવતા તેમના એક્સ-રે અને સીટી સ્કેન કરતાં તેમના ડાબા પગના થાપાનો ગોળો સુકાઈ જવાની તકલીફ અને આ ગોળામાં ઘસારો થઈ જવાનુ નિદાન કરવામાં આવ્યું હતું અને તેમને તા.-30/6ના રોજ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને તા. 3/7 રોજ તેમનો કૃત્રિમ સાંધો બદલવાનું ઓપરેશન પી.એમ.જે.વાય યોજના હેઠળ વિનામૂલ્યે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે સી.ડી.એમ.ઓ.શ્રી નૈતિક ચૌધરીની માર્ગદર્શિકા હેઠળ હાડકાના રોગના નિષ્ણાંત ડો.તેજસ પટેલ અને રેસિડેન્ટ ડૉ.અક્ષય ડાંખરા તથા એનેસ્થેસીયા વિભાગના ડૉ. ચેતન શાહ, ડો.દિવ્યાંગ ચૌધરી અને ડૉ.વિભૂતિ અને ઓપરેશન થિયેટરના સ્ટાફ દ્વારા સંપૂર્ણપણે કરવામાં આવ્યું હતું.

આ ઓપરેશન માટે જરૂરી C-arm Machine KAPS (Kakrapar Atomic Power Station) દ્વારા CSR અંતર્ગત ફાળવવામાં આવેલ છે, જેની મદદથી આ ઓપરેશન સફળતા પુર્વક થયુ. ફક્ત પાંચ જ દિવસના હોસ્પિટલના રોકાણ બાદ ૦૬/૦૭/૨૦૨૩ના રોજ રજા આપવામાં આવી હતી. ઓપરેશનના ત્રીજા દિવસથી વોકર સાથે ચાલવાની અને ફક્ત બે અઠવાડિયાના સમયગાળા બાદ વોકર વિના ચાલી શકવા સક્ષમ બન્યા છે. તેના દુખાવામાં સંપૂર્ણપણે રાહત છે અને ફક્ત દોઢ મહિનાના સમયગાળા બાદ તેઓ નિયત ખેતી કામ કરવા સક્ષમ બનશે. થાપાના અને ઘૂંટણના ઘસારાનો કૃત્રિમ સાંધો બદલવાના ઓપરેશન કે જેના માટે તાપી જિલ્લાના દર્દીને પહેલા સુરત જવું પડતું હતું તે ઓપરેશન હવે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે સરકારશ્રીની પી.એમ.જે.વાય.યોજના હેઠળ વિનામૂલ્ય થવાનું શક્ય બન્યું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other