તાપી 108 દ્વારા સગર્ભાની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવતી 108 ટીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વઘઈ તાલુકાના સાવરકડી ગામ નો પ્રેગનેન્સીનો કેસ તાપી જિલ્લાના ડોલારા લોકેશન 108 ને મળ્યો હતો. સાવરકડી ગામમાં રહેતા માલી ગીતાબેન પ્રવીણભાઈ નામની મહિલા સગર્ભ હતી તેને લઈ ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઈ હોસ્પિટલ તરફ લઈ જતા રસ્તામાં અસહ દુખાવો ઉપડતા દર્દીને ચેક કરતા લાગ્યું કે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી પડશે તેથી એમ્બ્યુલન્સમાં રહેલ જરૂરી તૈયારી કરી ને ઇએમટી ગામીત સગુણા અને પાયલોટ આશિષ ગામીત એમ્બ્યુલન્સની રસ્તાની સાઈટ પર ઉભી રાખીને અમદાવાદ હેડ ઓફિસમાં રહેલ ડોક્ટર ની સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લેતા ગર્ભવતી મહિલા ને 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસ્તુતિ કરાવતા મહિલાએ નવજાત શિશુનો જન્મ આપ્યો. અને વધુ સારવાર અર્થે નજીક ના સરકારી PHC કાલીબેલ હોસ્પિટલમાં ૧૦૮ દ્વારા પહોંચાડવા માં આવ્યા.
દર્દી અને તેના સગા સંબંધી જોઈએ 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓનો આભાર માન્યો તથા ૧૦૮ જિલ્લા અધિકારી મયંક ચૌધરી તથા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર વતી ડોલારા 108 ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આપણી તાપી જિલ્લાની તમામ 108 ટીમ કોઈપણ કટોકટી ના સમય હંમેશા તૈયાર છે અને કઈપણ બનાવો કે ઇમરજન્સી માં બને તો તાત્કાલિક 108 ઈમરજન્સી નો સંપર્ક કરવા વિનંતી