તાપી જિલ્લા જાહેર જનતા જોગ : તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ” ના નોમિનેશન મોકલવાની છેલ્લી તારીખ આગામી ૦૭-જુલાઇ-૨૦૨૩
માહિતી બ્યુરો, તાપી તા.૦૪: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા “તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ ૨૦૨૨” માટે નોમિનેશન મોકલવાની છેલ્લી આગામી તારીખ:-૦૭/૦૭/૨૦૨૩ છે.
આ એવોર્ડ ચાર કેટેગરીમાં આપવામાં આવશે.”Land adventure”, “Water (sea) adventure”, Air adventure:, and “life Time Achievement”, for adventure activities on Land, Sea and Air”, વધુ માહિતી માટે તથા Online નોમિનેશન મોકલવા માટે http://awards.gov.in પર લોગ-ઇન કરવું. તથા ઓનલાઇન ભરેલ ફોર્મની નકલ અત્રેની કચેરીએ કામકાજના દિવસો દરમ્યાન તથા કચેરી સમય દરમ્યાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, પાનવાડી, બ્લોક નં.૬ પ્રથમ માળ, વ્યારા,જિ.તાપી ખાતે પહોંચાડવી. તા.૦૭/૦૭/૨૦૨૩ બાદ આવેલ તથા અધુરી વિગત વાળી અરજી સ્વીકાર્ય રહેશે નહીં જેની નોંધ લેવી એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે.
૦૦૦૦૦૦૦૦૦૦