ડો.માર્કંડભાઈ ભટ્ટની 13મી પુણ્યતીથી નિમિત્તે પનિયારી ખાતે નિ:શુલ્ક હોમિયોપેથીક કેમ્પનું આયોજન કરાયુ

0
Screenshot_20230602_202606_Microsoft 365 (Office)
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન.કોઠારી હોમિયોપેથીક કોલેજ અને રિચર્ચ સેન્ટર,વ્યારા સંલગ્ન કાલિદાસ હોસ્પિટલ,વ્યારા દ્વારા, ડો.માર્કંડભાઈ ભટ્ટની 13મી પુણ્યતીથી નિમિત્તે નિ:શુલ્ક હોમિયોપેથીક કેમ્પનું આયોજન તા.01/06/2023, ગુરૂવાર ના રોજ સવારે 9.30 થી 12.00 વાગ્યા દરમિયાન પનિયારી ખાતે કરવામાં આવ્યું. આ કેમ્પ પનિયારી ગામના સરપંચ શ્રીમતિ ઉષાબેન ગામીત,કોલેજના પ્રિન્સીપાલ ડો.જ્યોતિ રાવ , ગં.સ્વ.તરલિકાબેન માર્કંડભાઈ ભટ્ટ , સંસ્થાના ટ્રસ્ટી શ્રી દિનેશભાઇ ભટ્ટ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ કેમ્પ માં દર્દીઓને ની:શુલ્ક હોમિયોપેથીક દવા અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ડો.સ્વપ્નીલ ખેંગાર,ઇન્ટરની તેમજ વિદ્યાર્થીઓએ સેવા આપી હતી.આ કેમ્પનું સંપૂર્ણ આયોજન કોલેજના આચાર્ય ડો. જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ ડો.વૈશાલી ચૌધરી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *