ગુજરાત રક્ષા અખબારના અહેવાલનો પડઘો : નિઝર – વેલ્દા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરીતિ થઈ છે, રીકવરી કરાશે : ટી.ડી.ઓ. નિઝર
(મુકેશ પાડવી દ્વારા, વેલદા-નિઝર) : ગુજરાત રક્ષા અખબારમાં ગત્ દિવસોમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ “નિઝર : વેલ્દા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફરી એકવાર ભ્રષ્ટ્રાચારની રાવ !” સત્ય પુરવાર ઠર્યો છે.
તંત્ર દ્વારા અહેવાલના આધારે તપાસ હાથ ધરી હતી, આખરે નિઝર તાલુકાના વેલ્દા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પતિ-પત્ની બંનેના નામ પર આવાસ આપવામાં આવેલ છે જે ગેરકાયદેસર છે અને એમની પાસેથી સરકારી સહાયની રકમ પરત મેળવાશે એમ તપાસ અધિકારી દ્વારા જણાવાયુ છે. ગ્રામપંચાયતના અધિકારીઓ અને તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા ગેરરીતિ કરવામાં આવેલ હોય તેમ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.
હાલમાં જોવાનું એ રહયું કે, ગ્રામપંચાયતના અધિકારીઓ અને તાલુકા પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજનાના અધિકારીઓ પર શું પગલાં લેવામાં આવશે ? એ આવનાર સમયમાં ખબર પડશે.