તાપી જિલ્લાના તમામ બાગાયતી ખેતી કરતાં ખેડૂતો જોગ સંદેશ

Contact News Publisher

બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓના લાભ મેળવવા આગામી તા.૩૧.૦૫.૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

માહિતી બ્યુરો તાપી, તા.24 તાપી જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર વર્ષ:- ૨૦૨૩-૨૦૨૪ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે તા.૨૨/૦૪/૨૦૨૩ થી ૩૧/૦૫/૨૦૨૩ દરમ્યાન આઇ-ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) ખોલવામાં આવેલ છે. જે ખેડુત મિત્રો બાગાયત ખાતાની કોઇ પણ યોજનામાં વર્ષ:- ૨૦૨૩-૨૦૨૪ દરમ્યાન લાભ લેવા માંગતા હોય તેઓએ જણાવેલ સમય દરમ્યાન પોતાના ગામના ઇ-ગ્રામ સેંટર કે કોઇ ખાનગી ઇંટરનેટ ઉપરથી અથવા અત્રેની કચેરીમાં સવારના ૧૦.૪૦ કલાક થી સાંજના ૬:૧૦ કલાક દરમ્યાન ૭/૧૨, ૮-અ ની હાલની અસલ નકલ, આધાર કાર્ડની નકલ., રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા માંગતા ઘટકમાં સમયસર અરજી કરવી. ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રીંટ કાઢી, અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સાથે અરજી દિન −૦૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પ્રથમ માળ, ખેડુત તાલીમ કેન્દ્ર, ઉનાઇ રોડ, વ્યારા ખાતે સાદી ટપાલ અથવા રૂબરૂમાં પહોંચતી કરવાની રહેશે. અરજી કરતી વખતે આપનો મોબાઇલ નંબર અવશ્ય આપવો જેથી અરજીની સ્થિતી લગતા તમામ મેસેજ આપને મોબાઇલ પર મળી રહેશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, વ્યારા-તાપી ના ફોન નં. ૦૨૬૨૬ ૨૨૧૪૨૩ ઉપર સંપર્ક કરવો.

સહાયના ઘટકો

1) અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, ૨) ઔષધિય/ સુગંધીત પાકોના વાવેતર માટે સહાય, ૩) ઔષધિય/ સુગંધીત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ ૪) કાચા મડંપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, ૫) કાજુ વાવેતર વિસ્તાર વધારવા માટે પ્લાન્ટીંગ મટીરીયલ સહાય, ૬) કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, ૭) ગ્રીનહાઉસ તથા ટીસ્યુલેબ. વીજદર સહાય, ૮) ટીસ્યુકુલ્ચર ખારેકની ખેતીમાં સહાય, ૯) ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, ૧૦) નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય, ૧૧) પ્લગ નર્સરી, ૧૨) પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ ૧૩) પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય, ૧૪) સ્વંય સંચલીત બાગાયતી મશીનરી સહાય ૧૫) પાવર ટીલર(૮BHP થી વધુ) ૧૬) ટ્રેક્ટર(૨૦ PTO સુધી) ૧૭) ફળ/શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણ ખરીદવા ૧૮) ફળપાક પલાન્ટીંગ મટીરીયલમાં સહાય, ૧૯) બાગાયત પેદાશની પોસ્ટ હાવેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, ૨૦) બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય ૨૧) બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય ૨૨) હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેના નૂરમાં સહાય, ૨૩) વેલાવાળા શાકભાજી પાક માટે ટીસ્યુકુલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાનટીંગ મટીરીયલમાં સહાય, ૨૪) સરગવાની ખેતીમાં સહાય જેવા વિવિધ ઘટકોમાં સહાય મેળવી શકાશે એમ તાપી જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other