કૂકરમુંડા તાલુકામાં BRCની દાદાગીરી !!
કૂકરમુંડા તાલુકા માં ફરજ બજાવતા તમામ શિક્ષકો પર દબદબો જમવાતા હોવાના આક્ષેપો તેમજ માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપો
મહિલા કર્મચારીઓએ જિલ્લા ખાતે લેખિતમાં જાણ કરતા એક આદિવાસી મહિલાને ફરજ પરથી જબરદસ્તી ઉતારવામાં આવી.
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : મળતી માહિતી મુજબ કૂકરમુંડા તાલુકામાં આવેલ કે જી બી વી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ઉટાંવદ તા. કૂકરમુંડા જિલ્લા તાપી ખાતે ફરજ બજાવતા તમામ મહિલા સ્ટાફ દ્વારા જિલ્લા સ્ટેટ પ્રોજેક્ટ કો ઓરડીનેટર સાહેબ સર્વ શિક્ષા અભિયાન તાપી ને તા 21 12 2019 ના રોજ ઇનચાર્જ brc અને કે જી બી વી ના આચાર્યા વિરુધ માં લેખિત માં અરજી કરવામાં આવી હતી.
આ અરજી મુજબ કે જી બી વી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ઉટાવદ હોસ્ટેલ ખાતે તમામ મહિલા કર્મચારીઓ 24 કલાક રહીને તમામ બાળાઓ નું નિષ્ઠાપૂર્વક જવાબદારી સાચવે છે છતાં એમને brc અને આચાર્યા દ્વારા હેરાન કરવામાં આવે છે. વધુ માં આજે ભારત સરકાર મહિલા સશક્તિકરણ પર ભાર મૂકી ગરીબ મહિલા નો આવી શાળા માં આર્થિક મદદ મડે એ હેતુ થી રોજગારી આપે છે પરંતુ કેટલાક આવા તત્વો દ્વારા આ મહિલાઓ ની અંગતજીવન અને પારિવારિક જીવન ને તોડી પાડવા પાછળ પડ્યા હોએ એવું જણાય છે. ઇનચાર્જ brc રવિન્દ્ર ભાઈ તથા આ શાળા ની આચાર્યા અનુસંયાબેન ચૌધરી આ મહિલા સ્ટાફ ને છેલાં 2 વર્ષ થી નોકરી માંથી બરતરફ કરવાની ધમકીઓ આપે છે તેમજ ઊંચ આદિકારીઓ પાસે ખોટા પ્રશ્નો ઉઠાવી નોટિસો આપે છે જે અમારા માનસ પર ખરાબ અસર ખરાબ અસર કરે છે જેની જાણ મહિલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. તેમજ આ આચાર્યા અનુસયાબેન સ્ટાફ ને પ્રેરણા આપવાના બદલે માત્ર સ્ટાફ માં વાદ વિવાદ ઊભા થાય તેમજ શાળા ની બાળા ને ખોટા મેસેજ જાએ એવા વલણો દાખવે છે. તેઓ એ વધુ માં જણાવ્યું કે આવીજ રીતે આ brc અને આચાર્યા એ મળી ને 10 વર્ષ થી ફરજ બજાવતા શિક્ષિકા ને માનસિક ત્રાસ આપી નોકરી માંથી બરતરફ કર્યા હતા અને હાલ જે મહિલા સ્ટાફ છે એમને 2 વર્ષ થી હેરાન કરે છે અને એમને કથ પૂતળી ની જેમ કામ કરવાની ફરજ પડે છે. જેમાં મહિલા સ્ટાફ જણાવે છે કે એમની સાથે સરાસર અન્યાય થઈ રહ્યો છે અને એમની સવતત્રંતા નું શોષણ થઈ રહ્યું છે એવું જણાય છે. આવા ત્રાસ અને માનસિક ખોટા વલણો વારંવાર આપવા મા આવસે તો મહિલા સ્ટાફ ના કોઈ પણ વ્યક્તિ અગમ્ય પગલા ભરી લેશે જેની સંપૂર્ણ જવાબદારી brc રવિન્દ્રભાઇ ભોઈ અને આચાર્યા અનુસયા બેન ની રહેસે એવું તેમજ અમો અમારા પરિવાર ની જવાબદારી હોવા ના કારણે આ નોકરી કરીએ છીએ અને આવા માનસિક ત્રાસ સહન કરીએ છીએ એવું લેખિત માં જિલ્લા ખાતે અરજી કરવામાં માં આવી હતી.
પરંતુ આજ દિન સુધી સદર વ્યક્તિઓ પર કોઈ કાર્યવાહી જિલ્લા ખાતે થી કરવા મા આવી નથી અને brc રાજેન્દ્રભાઈ ને એની જાણ થતાં આ શાળા માં ફરજ બજાવતા આદીવાસી બેન વસાવા ઉમાબેન દાસુભાઈ આસિસ્ટન્ટ વોર્ડન તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી ના વિરોધ માં ખોટા આક્ષેપો લગાવી જિલ્લા ખાતે જાણ કરી હતી જેનાં કારણે શાળા ખાતે સ્થળ તપાસ અને આ મહિલા ની તપાસ કરવામાં આવી હતી જેમાં જાણવા મડ્યું કે જિલ્લા કક્ષાએ એ થી મહિલા અધિકારી દ્વારા બંદ રૂમમાં શાળાની બાળાઓના નિવેદનો લઈ જિલ્લા ખાતે ફાઇલ એ કર્યા હતા જેનાં અનુસંધાન માં આ સદર મહિલા ઉમાબેન ને તારીખ 6 01 2020 રોજ વોર્ડનનો કરાર રદ્ કરવામાં આવે છે એવું લેટર જિલ્લા સ્ટેટ પ્રોજેક્ટ કો ordinator સર્વ શિક્ષા અભિયાન તાપી ખાતે થી મળ્યો હતો. આ મહિલા ઉમા બેન અગાઉ ની અરજી ના અરજદાર છે. અહીં જોવાનું એ રહ્યું કે જ્યારે સરકાર મહિલા સશક્તિકરણને આટલો વેગ આપે છે તો છેવાળા ના તાલુકા માં મહિલા સાથે આવો અન્યાય કેમ કરવામાં આવે છે? અને આદિવાસી મહિલા સાથે જાતી વાદ કેમ કરવામાં આવે છે? કેમ લોકો નથી ઇચ્છતા કે મહિલા પણ રોજગાર મેળવે અને પોતાના પરિવારને ચલાવે. મહિલા આગળ વધવા કોશિશ તો કરે છે પણ આવા અમુક મંદબૂદ્ધિ લોકો કેમ મહિલા ને દબાવા માગે છે. અહીં brc દ્વારા આદિવાસી મહિલા ને ફરજ પરથી જબરદસ્તી બરખાસ્ત કરતા ખરેખર જાતિવાદ કર્યા હોવાનું જણાય છે. આ બાબત માં ગુજરાત રક્ષા ટીમ દ્વારા તપાસ કરતા જણાય આવ્યું કે brc રાજેન્દ્રભાઈ પોતે ગેરકાયદેસર એકલવ્ય કુમાર છાત્રાલય ચલાવે છે જેમાં માત્ર 10 છોકરા રહે છે અને 40 છોકરાની ગ્રાંટ સરકાર પરથી વસુલ કરે છે. તેમજ કૂકરમુંડા તાલુકામાં ચાલતા નિવાસી શાળા સંચાલકો પાસે થી ટકાવારીના હિસાબે 9000 હજાર રૂપિયા ની માગણી કરે છે. પોતે ભ્રષ્ટ હોવા છતાં આવા લોકો પર કેમ તંત્ર આંખ નથી ખોલતું ?
વધું માં કૂકરમુંડા તાલુકા ના તમામ શિક્ષક પેનલ અને મહિલા શિક્ષકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા ગુનેગાર સદર વ્યક્તિઓ પર તંત્ર કડક પગલાં ભરે અને કાયદેસરની કરવાહીં કરે જો એવું કરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થસે તો આવનારા દિવસોમાં શિક્ષકો દ્વારા આંદોલન કરવામા આવસે જેની સંપૂર્ણ જીમૅદારી તંત્ર ની રહેસે એવી ચીમકી ઉચ્ચારી હતી અને આદીવાસી મહિલા સાથે જે અન્યાય થયો છે જેની તત્સથ તપાસ થાય અને 3 વર્ષના બાળકની માતાને ન્યાય મળે એવી વેદના વ્યકત કરી હતી.
શું તંત્ર મહિલા સશક્તિકરણ ને અહીં સાચું સાબિત કરસે જે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.