વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને પડોસ યુવા સંસદ કાર્યક્રમ યોજાશે
નેહરુ યુવા કેંન્દ્ર તાપી તથા યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય,ભારત સરકાર દ્વારા આયોજિત જિલ્લા સ્તરિય પડોસ યુવા સંસદ કાર્યક્રમ
……………….
માહિતી બ્યુરો, તાપી તા.૦૧: નેહરુ યુવા કેંન્દ્ર તાપી તથા યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય,ભારત સરકાર દ્વારા આયોજિત જિલ્લા સ્તરિય “પડોસ યુવા સંસદ કાર્યક્રમ” ,વૈશ્વિક મંચ પર ભારતનો ઉદય ‘G-20’ વાસુદેવ કુટુમ્બકમ ‘”એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય”’ની થીમ આધારિત કાર્યક્રમ સાંદસશ્રી પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે સવારે ૦૯.૩૦ કલાકે યોજાશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવા, ધારાસભ્યશ્રી,મોહનભાઇ કોંકણી, ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીત, ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા, જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવે, ઇન.ચા.ડી.ડી.ઓશ્રી આર.જે.વલવી, નગર પાલિકા પ્રામુખશ્રી સેજલબેન રાણા તથા મુખ્ય વક્તા તરીકે ડો. .પી.પી ધર્મે શ કાપડિયા,ડો.ચૌધરી ઉપસ્થિત રહશે.
0000000000000