કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષ સ્થાને જનરલ હોસ્પિટલ વ્યારાની આર.કે.એસની બેઠકસ્થાને યોજાઇ
Contact News Publisher

માહિતી બ્યુરો, તાપી તા. 01 જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે જનરલ હોસ્પિટલ વ્યારા આર. કે. એસ ની બેઠક યોજાઇ હતી.
જેમાં જનરલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સેવાઓની વિગત, ઉપલબ્ધ તજજ્ઞોની વિગત, ઓપીડી ધર્ધી 2021 -22 તેમજ 2022-2023માં નોંધાયેલ નવા જુના કેસો ની વિગત, નાના – મોટા ઓપરેશન ની વિગત, પ્રસુતિ કેસોની વિગત, તથા યુઝર ચાર્જીસ લની વિગતે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને જનરલ હોસ્પિટલ ખાતે સગર્ભા માતાની તપાસ ને પ્રથમિકતા આપવા બાબત ઉપર ભાર મુક્યો હતો. આં બેઠક માં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.જે. વલવી, વ્યારા જનરલ હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારીશ્રી ડૉ.નૈતિક ચૌધરી,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પાઉલ વસાવા સહીત જિલ્લા રોગી કલ્યાણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
000000
