નવમા ધોરણમાં ભણતી દીકરીના અપહરણ અંગે ફરિયાદ નોંધવામાં તાપી પોલીસ તંત્રની સંવેદનવિહીનતા સામે આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 23 તારીખે ઉચ્છલ ના રહેવાસી દીકરી નું નડિયાદ શાળા એ જતા અપહરણ થયું હતું,જેને પોલિસ ના શોધી શકી તે અપહરણકર્તા સાથે દીકરી ને પરિવાર એ પોતે શોધી કાઢી, આરોપી વિરુદ્ધ ફસરિયાદ નોંધાવવા પરિવાર સુરત અને ઉચ્છલ પોલીસ વચ્ચે રઝડી રહ્યું છે તે કેટલું યોગ્ય એ મોટો સવાલ??

છોકરીના પિતા પાસેથી મળતી માહિતી મુજબ ગત 23 તારીખે તેમણે નડિયાદ ધોરણ નવમાં ભણતી પોતાની દીકરીને સુરત બસ સ્ટેન્ડથી નડિયાદ જવા માટે બસમાંં બેસાડી હતી, પરંતુ સાંજે 4:00 વાગે ને આસપાસ એમને શાળામાંથી ફોન આવે છે કે એની દીકરી શાળાએ પહોંચી નથી.બીજા દિવસે દીકરીના પિતા બે દિવસ સુધી સુરત જઈને દીકરીને શોધવા પ્રયત્ન કરે છે, પિતાને દીકરીનું અપરણ થયા હોવાની શંકા જતા તેઓ પોલીસમાં નોંધ કરાવે છે.પોલીસ તો દીકરીને ના શોધી શકી પરંતુ અંતે દીકરી એ દાખવેલી હિંમતથી એના મામા પર એક નંબર પરથી ફોન આવે છે અને દીકરીનું પરિવાર તેને પલસાણા નજીક લેવા પહોંચી જાય છે.જ્યાં તેઓ અભરણ કરતા ને પણ ઝડપી પાડે છે.પહેલા તેઓ આ અપહરણ કરતા ને લઈને સુરત નજીક ના પોલીસ સ્ટેશને જાય છે,તો ત્યાં એમની ફરિયાદ ન લઈને એમને ઉચ્છલ ફરિયાદ નોંધાવા જણાવવામાં આવે છે,અને ગત બીજી ફેબ્રુઆરીની રાતથી આ પરિવાર ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં અપહરણ કરતા ને સોંપી દીધા બાદ ફરિયાદ નોંધાવા માટે ફાફા મારી રહ્યું છે.પરંતુ ત્રીજી તારીખના રાતે આઠ વાગે સુધી હજી સુધી ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી પણ ફરિયાદ નોંધાઈ નથી. અને જેમની જવાબદારી છે એવા ઉચ્છલ ઇન્ચાર્જ પીએસઆઇ એસ.એમ સાધુ પણ આ કિસ્સા મા જોઈએ એવી કાર્યવાહી નથી કરતા દેખાયા.
ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રની સંવેદન વિહીનતા સામે આવી હોય એવા દ્રશ્યો અહીં દેખાઈ રહ્યા છે.અને દીકરીની આત્મીતી સાંભળ્યા બાદ સવાલો તો એવા પણ ઊભા થઈ રહ્યા છે કે, આ દીકરી નો અપહરણ કરતા એને ત્રણ લાખ રૂપિયામાં કોને વેચી દેવા માંગતો હતો??અને શું આ દીકરી સાથે કોઈ શારીરિક અજુગતું થયું હશે??અને આ તો એક કિસ્સો સામે આવ્યો ત્યારે આવી કેટલી નિર્દોષને નાબાલીક દીકરીઓને આ પોતાનો શિકાર બનાવી વેચી કાઢી હશે એ પણ એક તપાસનો વિષય છે??ત્યારે હવે તાપી જિલ્લાત્યારે હવે તાપી આ આદિવાસી પરિવારની દીકરીને ન્યાય ક્યારે મળે છે??અને આદિવાસી સમાજના કયા અગ્રણીઓ આ દીકરીના હકની લડાઈ લડવા માટે આગળ આવે છે તેે જોવું રહ્યું??હાલમાં તાપી જિલ્લા કલેકટર ભાર્ગવીબેન દવેને આ સમગ્ર ઘટના અંગે જાણ કરતા તેમને તાત્કાલિક ધોરણે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે ત્યારે કાર્યવાહી કેટલી ઝડપી થાય છે તે પણ જોવું રહ્યું??

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other