સ્વીફ્ટ કારમાં પ્રોહીબિશનની હેરાફેરી કરતા પ્રોહી જથ્થા સાથે રૂ. ૧,૮૬,૭૦૦/- ના મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી. તાપી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને

(૧) શ્રી આર.અમે. વસૈયા, પોલીસ ઇન્સ્પેકટર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી-વ્યારાની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ.શ્રી. પી.એમ. હડીલા એલ.સી.બી. તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહી ગુના અંગે વ્યારા થી સુરત ધુલીયા ને.હા.નં.૫૩ ઉપર પેટ્રોલીંગમાં નીકળેલા તે દરમ્યાન અ.હે.કો. લેબજીભાઇ પરબતજી તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇને ખાનગી રાહે સંયુક્ત ખાનગી બાતમી આધારે કાકરાપાર પો.સ્ટે.ની હદમાંથી પસાર થતો ને.હા.નં.-૫૩, સોનગઢથી સુરત જતા ટ્રેક પર તાડકુવા બ્રીજ ઉપર  આરોપી (૧) પ્રમોદ ધર્માભાઇ અહીરે ઉં.વ.૨૫ ધંધો અભ્યાસ રહે.ગામનાને ગણપતિ મંદીર પાસે થાના શિરૂડ તા.જી.ધુલીયા. વગર પાસ પરમીટે પોતાના કબ્જાની સફેદ કલરની સ્વીફ્ટ કાર નં.GJ-05-CL- 1968 ની આશરે કિં.રૂ! ૧,૫૦,૦૦૦/-માં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની, કંપની સીલબંધ, નાનીમોટી બોટલો કુલ- ૮૮ કુલ કિંમત રૂ! ૩૧,૭૦૦/- નો પ્રોહી. મુદ્દામાલ ભરી હેરાફેરી કરતી વખતે મોબાઇલ નંગ-૦૧, કિં. રૂ! ૫,૦૦૦/-,મળી કુલ્લે રૂ! ૧,૮૬,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ- ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે કાકરાપાર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.સ.ઇ.શ્રી, પી.એમ.હઠીલા, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. જગદિશ જોરારામ બિશ્નોઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. રવિદ્રભાઇ મહેન્દ્રભાઇ, તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડના અ.હે.કો. બિપીનભાઇ રમેશભાઇ, અ.હે.કો. લેબજી પરબતજી, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઈ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગમ્બરભાઇએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other