વરલી મટકાના આંકડા ઉપર પૈસાનો હારજીતનો જુગાર રમાડનાર આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને
(૧) શ્રી, આર.એમ. વસૈયા, પોલીસ ઇન્સ્પેકટર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી-વ્યારાની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ.શ્રી. પી.એમ. હડીલા એલ.સી.બી. તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ સ્ટાફના પોલીસ માણસો સાથે વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/જુગારની પ્રવૃતિ શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમાં નીકળેલા તે દરમ્યાન અ.પો.કો.પીયુષભાઇ રામુભાઇને ખાનગી રાહે મળેલ બાતમી આધારે મોજે વાલોડ અંધાત્રી ગામે પટેલ ફળીયામાં આવેલ કેનાલની સાઇડમાં ખુલ્લી જગ્યામાં તા.વાલોડ જી.તાપીથી આરોપી (૧) આશીષ ઉર્ફે વિમલ કાળીદાસ પટેલ ઉ.વ.૩૫ રહે વાલોડ અંધાત્રી ગામ પટેલ ફળીયુ તા વાલોડ જી.તાપીનાનો મુંબઈથી નિકળતા વરલી મટકાના હારજીતના આંકડા ઉપર પૈસાનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારના આંક લખેલ કાગળની છુટી કાપલીઓ નંગ-૬ તથા એક બોલપેન જેની કિ.રૂ.૦૦/૦૦ ગણી તથા અલગ-અલગ દરની ચલણી નોટો રૂપિયા-૧૪,૦૫૦/- મળી કુલ્લે કિંમત રૂપિયા-૧૪,૦૫૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં જુગાર ધારા કલમ ૧૨-અ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.સ.ઇ.શ્રી, પી.એમ.હઠીલા, એલ.સી.બી.તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, એ.એસ.આઇ. ચેતનભાઇ ગજાભાઇ, તથા અ.પો.કો.પીયુશભાઇ રામુભાઇ ચૌધરી તથા અ.પો.કો.રોનકકુમાર સ્ટીવનસનભાઇ ગામીત તથા અ.પો.કો.અરૂણભાઇ જાલમસિંહ તથા અ.પો.કો.વિનોદભાઇ પ્રતાપભાઇએ કામગીરી કરેલ છે.
