ગુજરાત મહેસુલ પંચ સમક્ષ દાખલ થયેલ રીવીઝન અપીલ અરજીઓ તેમજ પરચુરણ અરજીઓની ન્યાયીક કાર્યવાહીનો જાન્યુઆરી થી ડીસેમ્બર-૨૦૨૩ દરમ્યાનનો કાર્યક્રમ
(માહિતી વ્યુરો, તાપી) ,તા.29: સુરત,તાપી, નવસારી તથા વલસાડ જિલ્લાના તમામ હિત સંબંધ ધરાવતા તમામ પક્ષકારોને ગુજરાત મહેસુલ પંચ સમક્ષ ચાલતા કેસો તેઓની સ્થાનિક સગવડતાઓ સચવાય તેવા શુભ આશયથી જાહેર, સંબંધીત પક્ષકારો તથા એડવોકેટશ્રીઓને આ જાહેર નોટીસથી જાગ઼ કરવામાં આવે છે કે ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલમાં સુરત, તાપી, નવસારી તથા વલસાડ જિલ્લાના મામલતદાર, મામલતદાર અને કૃષિપંચ, તથા નાયબ કલેકટરશ્રી, તથા જિલ્લા કલેકટરશ્રીના ચુકાદાઓ સામે, ગુજરાત મહેસુલ પંચ સમક્ષ દાખલ થયેલ રીવીઝન અપીલ અરજીઓ તેમજ પરચુરણ અરજીઓની ન્યાયીક કાર્યવાહી આગામી માટે જાન્યુઆરી-૨૦૨૩ થી માહે ડીસેમ્બર-૨૦૨૩ દરમ્યાન નીચેના કાર્યક્રમ મુજબ સુરત મુકામે નીચેના સ્થળે હાથ ધરવામાં આવનાર છે.
આ કાર્યક્રમ અનુસાર માહે જાન્યુઆરી/૨૦૨૩ ની સુનવણીની તારીખ તા.૧૯/૦૧/૨૦૨૩ થી તા.૨૦/૦૧/૨૦૨૩ ગુરુવાર, શુક્રવારે રહેશે.
માહે ફેબ્રુઆરી/૨૦૨૩ તા.૨૩/૦૨/૨૦૨૩ થી તા. ૨૪/૦૨/૨૦૧૩, ગુરુવાર, શુક્રવારે રહેશે.
માહે માર્ચ/૨૦૨૩ તા.૧૬/૦૩/૨૦૨૩ થી તા.૧૭/૦૩/૨૦૨૩ ગુરુવાર, શુક્રવારે રહેશે.
માહે એપ્રિલ/૨૦૨૩ તા.૨૭/૦૪/૨૦૨૩ થી તા.૨૮/૦૪/૨૦૨૩ ગુરુવાર, શુક્રવારે રહેશે.
માહે જુન/૨૦૨૩ તા.૨૨/૦૬/૨૦૨૩ થી તા.૨૩/૦૬/૨૦૨૩ ગુરુવાર, શુક્રવારે રહેશે.
માહે જુલાઇ/૨૦૨૩ તા.૨૭/૦૭/૨૦૨૩ થી તા.૨૮/૦૭/૨૦૨૩ ગુરુવાર, શુક્રવારે રહેશે.
માહે ઓગસ્ટ/૨૦૨૩ તા.૨૪/૦૮/૨૦૧૩ થી તા.૨૫/૦૮/૨૦૨૩ ગુરુવાર, શુક્રવારે રહેશે.
માહે સપ્ટેમ્બર/૨૦૨૩ તા.૨૧/૦૯/૨૦૨૩ થી તા.૨૨/૦૯/૨૦૨૩ ગુરુવાર, શુક્રવારે રહેશે.
માહે ઓક્ટોબર/૨૦૨૩ તા.૨૬/૧૦/૨૦૨૩ થી તા.૨૭/૧૦/૨૦૨૩ ગુરુવાર, શુક્રવારે રહેશે.
માહે નવેમ્બર/૨૦૨૩ તા.૨૩/૧૧/૨૦૨૩ થી તા.૨૪/૧૧/૨૦૨૩ ગુરુવાર, શુક્રવારે રહેશે.
માહે ડિસેમ્બર/૨૦૨૩ તા.૨૮/૧૨/૨૦૨૩ થી તા.૨૯/૧૨/૨૦૨૩ ગુરુવાર, શુક્રવારે રહેશે. જે તમામ હિત ધરાવાનારને જાણ થાયવા ગુજરાત મહેસૂલ પંચ, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
0000000000000