કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્રારા ચિચોંડ ગામ ખાતે ટેકનોલોજી સપ્તાહ ચોથા દિવસની ઉજવણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વઘઈ) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેતીની નવીનતમ ટેકનોલોજી સંશોધન કેન્દ્રમાંથી ખેડૂત સુધી પહોચાડવાનું કામ કરતુ હોય છે. ખેતીની આધુનિક તાંત્રિકતા જેવી કે સુધારેલી જાતો, પ્લાન્ટિંગ મટીરીયલ, બાયો ફર્ટીલાઈઝર, જીવાત નિયંત્રણ માટેના વિવિધ ઉપાયો, જમીનની માવજત, ખેડ વ્યવસ્થાપન અને પાણીનો યોગ્ય ઉપયોગ વગેરે બાબતોમાં ખેડૂતોમાં જાગૃતતા આવે અને તે તરફ ખેડૂતભાઈ-બહેનો વળે તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વિસ્તરણનું કામ કરતુ હોય છે.
ટેકનોલોજી સપ્તાહના આ ચોથા દિવસે વઘઈ તાલુકાના ચિચોંડ ગામ ખાતે પ્રાકૃતિક ખેતીના વિવિધ વ્યાખ્યાન, કિસાન ગોષ્ઠી, ફિલ્મ શો, નિદર્શન, ડાયગ્નોસ્ટીક વિઝીટ, જલ શક્તિ અભિયાન જેવી પ્રવૃતિઓ કરીને ખેતી, પશુપાલન, બાગાયત, મત્સયપાલન, મધમાખી ઉછેર, મશરૂમ વગેરે ક્ષેત્રમાં ઊંડાણ પૂર્વક સમજણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અલગ-અલગ નિષ્ણાંતો દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આજના આ ચોથા દિવસે ચીચોંડ ગામમાં સ્થાનિક વનસ્પતિનો ઉપયોગ કરી કેવી રીતે દવા, ખાતર અને બિયારણ બનાવી શકાય તેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં કિસાન ગોષ્ઠીનું આયોજન કરી ખેડૂતોના દરેક પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ખેડૂતના ખેતરમાં પ્રત્યક્ષ મુલાકાત લઈને કારેલા અને ભીંડામાં આવતા રોગ જીવાત અને તેને નિયંત્રણમાં રાખવાની સમજણ આપી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other