ફક્ત તાપી જિલ્લા માટે સેટેલાઇટના જગ્યાએ જુની પધ્ધતિથી જંગલ જમીનના પડતર દાવાઓની ચકાસણી કરાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના આદિવાસી સમાજના જંગલ જમીનના દાવેદારોની માંગણી હતી કે તાપી જિલ્લામાં પડતર દાવાઓમાં સેટેલાઇટની જગ્યાએ જુની પુરાવા પધ્ધતિથી ચકાસણી કરવામાં આવે… જેને લઈ આદિજાતી મંત્રીશ્રી નરેશભાઇ પટેલ, તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, માજી. મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, જિલ્લા ભાજપ સંગઠન પ્રભારીશ્રી અશોકભાઈ ધોરાજીયા, જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ડો. જયરામભાઇ ગામીત, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરજભાઇ વસાવા, કારોબારી અધ્યક્ષ શ્રી મોહનભાઇ કોંકણી, આદિવાસી આગેવાન શ્રી જયરામભાઇ ગામીત (શ્રાવણીયા) ની સરકારમાં ધારદાર રજુઆતના પગલે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે આદિવાસી સમાજની લાગણીને માન આપી ફક્ત તાપી જિલ્લા માટે સેટેલાઇટના જગ્યાએ જુની પધ્ધતિ વન અધિકાર અધિનિય કલમ 13 મુજબ દાવા અરજીના પુરાવાને ધ્યાને રાખીને ચકાસણી કરવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે. આ નિર્ણય બદલ સૌ આગેવાનો, આદિવાસી સમાજ અને સરકારશ્રી નો સમગ્ર તાપી જિલ્લાના આદિવાસી સમાજ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો છે.